ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયાની વેબ સિરીઝના સ્ક્રીનિંગમાં પહોંચ્યો વિજય વર્મા, તસવીરો થઈ વાયરલ


તમન્ના ભાટિયા અને વિજય વર્માની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં થઇ રહી છે. તમન્ના ભાટિયાની વેબ સિરીઝ આખરી સચ આવવાની છે. બુધવારે આ સીરિઝનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.જ્યારથી તમન્ના ભાટિયાની સિરીઝ આખરી સચનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે ચર્ચામાં છે. ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.સીરિઝનું સ્ક્રીનિંગ 23 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં વિજય વર્મા પણ તેની ગર્લફ્રેન્ડ તમન્ના ભાટિયાને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.વિજય અને તમન્નાએ પાપારાઝી માટે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.
આ દરમિયાન વિજય અને તમન્ના એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા.લુકની વાત કરીએ તો તમન્નાએ સફેદ શર્ટ સાથે બ્લુ ટ્રાઉઝર પહેર્યું હતું.વિજય વર્માના લુકની વાત કરીએ તો તેણે જાંબલી હૂડી સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું.
આ પણ વાંચો : જાણો સની દેઓલની ગદર 2 પઠાણથી કેટલી દૂર, સાથે OMG 2ની શું છે હાલત …