ટ્રેન્ડિંગમનોરંજન

પાઇરસીનો શિકાર થઇ વિજય થલપતિની ‘લિયો’, એચડીમાં થઇ લીક!

Text To Speech
  • થલપતિ વિજયની ફિલ્મ પાઇરેટેડ સાઇટ્સ પર લીક થઇ છે અને ઝડપથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે. આ વાતને ફિલ્મ ક્રિટિક મનોબાલા વિજયબાલને પણ સમર્થન આપ્યું છે

થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ રિલીઝ થઇ ગઇ છે અને ખૂબ ચર્ચામાં પણ છે. લોકેજ કનકરાજ નિર્દેશિત ફિલ્મને ક્રિટિક્સ અને ટ્વિટર યૂઝર્સનો મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે મેકર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ‘લિયો’ એચડી ક્વોલિટીમાં લીક થઇ ગઇ છે. ફિલ્મ પાઇરેટેડ સાઇટ્સ પર લીક થઇ છે અને ઝડપથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે. આ વાતને ફિલ્મ ક્રિટિક મનોબાલા વિજયબાલને પણ સમર્થન આપ્યું છે.

મનોબાલા વિજયબાલનનું ટ્વિટ

ફિલ્મ ક્રિટિક મનોબાલા વિજયબાલને ટ્વીટ કર્યુ છે અને કન્ફર્મ કર્યું છે કે વિજય થલપતિની ફિલ્મ ‘લિયો’ લીક થઇ ગઇ છે. મનોબાલા વિજયબાલને પોતાના ટ્વિટમાં સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનું થિયેટર વર્ઝન નહીં, પરંતુ હાઇ ક્વોલિટી વર્ઝન લીક થઇ ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લીક થયાની મોટી અસર તેના કલેક્શન પર જોવા મળી રહી છે.

થઇ શકે છે 80 કરોડનું બમ્પર ઓપનિંગ

ફિલ્મ ‘લિયો’નું તગડું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. આ ફિલ્મે શાહરૂખ ખાનની પઠાણ અને જવાનને પણ મહાત આપી છે. ફિલ્મ ‘લિયો’ એડવાન્સ બુકિંગથી જ લગભગ 40 કરોડનું કલેક્શન કરશે. રિપોર્ટમાં જણાવાયું છે કે વર્લ્ડવાઇડ આ આંકડો 145 કરોડ રૂપિયાને પાર થઇ શકે છે. ફિલ્મમાં વિજય થલપતિની સાથે તૃષા કૃષ્ણન, અર્જૂન સરજા, ગૌતમ મેનન, પ્રિયા આનંદ અને સંજય દત્ત પણ મહત્ત્વના પાત્રોમાં છે.

આ પણ વાંચોઃ થલપતિ વિજયની ‘લિયો’એ રિલીઝ પહેલા તોડ્યો શાહરૂખનો રેકોર્ડઃ બમ્પર ઓપનિંગ માટે રેડી!

Back to top button