‘पुष्पा पुष्पराज, मैं झुकेगा नहीं साला’ ! પાર્ટ-2માં ‘પુષ્પા’ અને સેતુપતિ વચ્ચે ટક્કર


જ્યારથી અલ્લુ અર્જુને ‘પુષ્પા’નો રોલ કર્યો છે. ફિલ્મના દરેક ડાયલોગ કોલેજના કોરિડોરથી લઈને રાજનીતિના ગલિયારા સુધી સંભળાઈ રહ્યા છે. ‘પુષ્પા’ની જોરદાર સક્સેસ બાદ લોકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા’ના ફેન્સ માટે સારા સમાચાર છે. જી હાં, કારણકે હવે ટૂંક સમયમાં ફેન્સને ‘પુષ્પા’ ફિલ્મનો પાર્ટ-ટુ જોવા મળશે. ફિલ્મના સેકન્ડ પાર્ટમાં અલ્લુ અર્જુનને બરાબરીની ટક્કર આપશે સાઉથ સુપર સ્ટાર વિજય સેતુપતિ.

‘પુષ્પા: ધ રૂલ’માં વિજય સેતુપતિ
આ ફિલ્મના કાસ્ટિંગને લઈને ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. ફિલ્મના આગામી ભાગ માટે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં ઓડિશન ચાલી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે આ ઓડિશન્સમાં વિલનની ભૂમિકા માટે બીજા ભાગમાં વિજય સેતુપતિની પસંદગી કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ફિલ્મમાં ‘પુષ્પા’ ઝુકશે કે નહીં?
રશ્મિકા અને અલ્લુની અદભૂત જોડી
તમને જણાવી દઈએ કે પહેલા ભાગમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્નાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ કપલની લગ્ન પછીની વાર્તા ‘પુષ્પા-2’માં જોવા મળશે. જેની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘પુષ્પા: ધ રૂલ’માં દિશા પટણી
આ સાથે એવા સમાચાર પણ છે કે ‘પુષ્પા ધ રાઈઝ’ના સમંથાએ કરેલા સુપરહિટ આઈટમ નંબરપછી ‘પુષ્પા ધ રૂલ’માં પણ આવું જ જબરદસ્ત આઈટમ સોન્ગ હશે. પરંતુ આ ગીતમાં સમંથાની જગ્યાએ દિશા પટણી જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ ?
અલ્લુ અર્જુનની ફિલ્મ હવે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જશે. 6 મહિનાથી વધુના આ શેડ્યૂલમાં અનેક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે 2023ના મધ્યમાં રિલીઝ થવાની આશા છે.