ગુજરાતટોપ ન્યૂઝસ્પોર્ટસ

સ્વિમિંગ સ્પર્ધામાં આર્યન નહેરાનો ડંકો

Text To Speech

ગુજરાતના બાહોશ અધિકારી વિજય નહેરાનું નામ હંમેશા તેમની કામગીરીના કારણે મોખરે રહ્યું છે. વિજય નહેરાની ઓળખ તેમની કામગીરી કરવાની પોતાની આગવી ઢબ અને શૈલીના કારણે અન્ય અધિકારીઓ કરતા હંમેશા અલગ તરી આવી છે. ત્યારે, તેમના પુત્ર આર્યન નહેરા પણ પિતાના પગલે ચાલી પ્રગતિ કરી રહ્યો છે. પિતાની જેમ આર્યન નહેરાએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ન માત્ર પોતાનું પણ ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

ફ્લોરિડામાં આર્યન નહેરાની સ્વિમિંગની ટ્રેનિંગ

વિજય નહેરાના દીકરા આર્યને સ્વિમિંગ કોમ્પિટીશનમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. 14 મિનિટ 58 સેકન્ડમાં 1650 યાર્ડ્સ તરીને જીત પોતાના નામે કરી હતી. બાળપણથી આર્યનને સ્વિમિંગમાં ખૂબ જ રસ ધરાવે છે. આ માટે ફ્લોરિડામાં આર્યનની સ્વિમિંગની ટ્રેનિંગ પણ ચાલે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તેમજ ઓલિમ્પિક માટેની અત્યારથી ટ્રેનિંગ કરી રહ્યો છે.

Aryan Nehra won comptetion
Aryan Nehra won comptetion

કોમ્પિટીશનમાં આર્યન નહેરાએ ભાગ લીધો હતો. કોમ્પિટિશનમાં ભાગ લેનારા તમામ સ્વમિર્સને પાછળ પાડી સૌથી તેજ ગતિએ સૌથી ઓછા સમયમાં આર્યને સ્પર્ધા જીતી લીધી હતી.

Back to top button