ટોપ ન્યૂઝબિઝનેસ

2017 ના કેસમાં વિજય માલ્યાને હવે સજા થઈ અને તે પણ માત્ર 4 મહિનાની, જાણો શું છે સમગ્ર મામલો

Text To Speech

બહુચર્ચિત ઉદ્યોગપતિ વિજય માલ્યાને સુપ્રિમ કોર્ટની અવગણના બદલ 4 મહિનાની જેલની સજા ફટકારી છે. સાથે જ રૂ.2000નો દંડ ફટકાર્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે આ કેસમાં વિજય માલ્યાને મહત્તમ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાએ ન માત્ર વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી આપી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને આદેશોની અવગણના પણ કરી હતી.

2017માં જ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યા હતા. પરંતુ સજા હવે થઈ છે. કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાએ ન માત્ર વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી આપી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને આદેશોની અવમાનના પણ કરી હતી. બે હજારનો દંડ ન ભરે તો સજા વધુ બે મહિના લંબાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિજય માલ્યાએ ક્યારેય કોર્ટની અવગણના બદલ માફી માંગી નથી. સર્વોચ્ચ અદાલતે ભાગેડુ વેપારીને 4 અઠવાડિયાની અંદર વ્યાજ સાથે USD 40 મિલિયન પાછા જમા કરાવવા જણાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા વિજય માલ્યાની મિલકતો જપ્ત કરવામાં પરિણમશે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે.

Back to top button