ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

વિજય માલ્યાએ RCBને ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા, ચાહકોએ ઉગ્ર ઝાટકણી કાઢી

Text To Speech
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 16 વર્ષમાં પ્રથમ વખત ટ્રોફી હાંસલ કરી

HD ન્યૂઝ ડેસ્ક, 18 માર્ચ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024)નું ટાઇટલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છેઃ. આ ટાઈટલ જીતથી ચાહકોમાં એક અલગ જ આનંદ છવાઈ ગયો છે, કારણ કે તેમની ટીમે 16 વર્ષમાં પ્રથમ વખત ટ્રોફી હાંસલ કરી છે. ત્યારે ટીમના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ પણ RCBની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ આ અભિનંદન તેમના માટે નેગેટિવ સાબિત થયા હતા. પ્રશંસકોએ વિજય માલ્યાને ટ્રોલ કરીને ઉગ્ર ઠપકો આપ્યો હતો.

 

 

વિજય માલ્યાએ એવું તે શું કહ્યું કે ફેન્સ ભડકી ગયા?

હકીકતમાં, RCBની જીત પછી, ફ્રેન્ચાઇઝીના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “WPL જીતવા પર RCB ટીમને હાર્દિક અભિનંદન. જો પુરુષોની RCB ટીમ IPL જીતે, જે લાંબા સમયથી પેન્ડિંગ છે. શુભકામનાઓ. “

 

 

 

 

વિજય માલ્યાનું એટલું જ કહેવું હતું અને ચાહકો તેમની આ વાત પાછળ સંભળાવવા માટે તૈયાર જ બેઠા હતા છે. આ પોસ્ટની કમેન્ટમાં મીમ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “માલ્યા, ટ્રોફી ઉપાડવા ભારત આવો, કોઈ કંઈ બોલશે નહીં.” અન્ય એક યુઝરે ગુસ્સે ભરાયેલા ઈમોજી સાથે લખ્યું કે, “પૈસા રિફંડ કરો.”

 

 

RCBએ દિલ્હીને હરાવીને ટાઈટલ જીત્યું

ઉલ્લેખનીય છે કે, RCBએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમની સારી શરૂઆત છતાં 18.3 ઓવરમાં 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા RCBએ 19.3 ઓવરમાં જીત મેળવી હતી. RCBનો 8 વિકેટે વિજય થયો હતો.

આ પણ જુઓ: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024માં બેંગ્લોર બન્યું વિજેતા, પ્રથમ ટાઈટલ મેળવ્યું

Back to top button