ફેન્સથી ડર્યો વિજય દેવેરાકોંડા, ચાહકોથી દુર દોડતો અભિનેતાનો વિડીયો થયો વાયરલ


વિજય દેવરાકોંડાનો એક વિડીયો વાયરલ થયો છે.વિડીયોમાં અભિનેતા તેના એક ફેન્સથી ડરી ગયો જોવા મળી રહ્યો છે.અભિનેતાની જો વાત કરવામાં આવે તો કરોડો ચાહકો સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાને પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર વિજયના ફેન પેજ પણ છે.અભિનેતાની ફેન્સ ફોલોવિંગ પણ જોરદાર છે. વિડીયોની જો વાત કરવામાં આવે તો એક ઘટનામાં કંઈક એવું બન્યું કે વિજય તેના ચાહકોથી ડરી ગયો.
View this post on Instagram
અભિનેતાના પગને સ્પર્શ કરવા સ્ટેજ પર દોડ્યા ફેન્સ
તેમની એક ઈવેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો, ત્યારે કેટલાક ચાહકો સિક્યુરિટી તોડીને સ્ટેજ પર દોડી ગયા અને તેમના પગ સ્પર્શ કરવા લાગ્યા. આ જોઈને વિજય ગભરાઈ ગયો અને પાછળ હટી ગયો. વિજયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં વિજય બ્લુ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સુરક્ષા તોડ્યા બાદ પ્રશંસકો વિજય તરફ દોડ્યા તો તે પાછો ગયો.
જો કે,ત્યારબાદ તેમની સુરક્ષાના લોકો વચ્ચેથી આગળ આવ્યા હતા. વિજયની પ્રતિક્રિયા જોઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તેમની પ્રતિક્રિયા જોઈને નિરાશ થયા છે, તેઓ પાગલ ચાહકોથી દૂર રહેવાની ચેતવણી આપી રહ્યા છે.યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – વિજય દેવરકોંડા એટલો ડરી ગયો હતો કે તેણે કદાચ એનાકોન્ડા જોયા હશે.આ ઘટના જોઈ લોકો એનેક વાતો કરી રહ્યા છે. અમુક લોકો સુરક્ષાને લઇને પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : અભિનેતા વરુણ અને જાહ્નવીનો વિડીયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- ‘આજકાલ અભિનય કરતાં આ વધુ મહત્વનું છે’