‘Liger’ અને ‘પુષ્પા’ વચ્ચે ઈલુ-ઈલુ ?


સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મન્દાના આજકાલ ચર્ચામાં છે. બંને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતા જ હોય છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઘણી વખત બંને ડિનર કે લંચ ડેટ પર પણ સાથે જોવા મળે છે. વિજય અને રશ્મિકા વચ્ચેના રિલેશનની દરેક જગ્યાએ ચર્ચા છે, પરંતુ હવે તેમના સંબંધો વિશે એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને બધા ચોંકી જશે. રશ્મિકા અને વિજયનું બ્રેકઅપ થઈ ગયું છે અને તે અત્યારે નહીં પરંતુ માત્ર 2 વર્ષ પહેલા થયું હતું.

રક્ષિત શેટ્ટી સાથે બ્રેકઅપ થયા બાદ રશ્મિકા અને વિજય એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રક્ષિત સાથેની સગાઈ તોડ્યા પછી, બંનેએ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’, ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું હતું. જ્યાં બંનેને એકબીજાને સમજવાનો મોકો મળ્યો.
2 વર્ષ પહેલા બ્રેક અપ
આ ફિલ્મ પછી રશ્મિકા-વિજય અલગ થઈ ગયા. બંનેનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં, જેના કારણે બંને અલગ થઈ ગયા. રશ્મિકા અને વિજયનું બ્રેકઅપ બે વર્ષ પહેલા થયું હતું અને તેનું કારણ હજુ સુધી કોઈને ખબર નથી.

બંને સારા મિત્રો
વિજય સાથેના બ્રેકઅપ બાદથી રશ્મિકા સિંગલ છે. બંને આ સમયે એકબીજાના પ્રેમમાં ડૂબેલા નથી. બંને ખૂબ સારા મિત્રો છે પરંતુ વિજય-રશ્મિકા વચ્ચે હવે કોઈ રોમાંસ નથી. બંનેએ પોતાના માર્ગો અલગ કર્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિજય હાલ ફિલ્મ ‘Liger’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે જોવા મળશે. બીજી તરફ રશ્મિકાની વાત કરીએ તો તે ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે.