રશ્મિકા મંદાના અને વિજય એક જ ઘરમાં રહે છે? એક્ટ્રેસના વીડિયોમાં પ્રૂફ


નેશનલ ક્રશ કહેવાતી રશ્મિકા મંદાનાએ 5 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસે રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેના ફેન્સનો જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર માનતી જોવા મળે છે. પરંતુ આ વીડિયો જોયા બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે રશ્મિકાએ તેનો જન્મદિવસ કથિત બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડા સાથે સેલિબ્રેટ કર્યો છે. આ દાવાઓ પર રશ્મિકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
View this post on Instagram
શું રશ્મિકાએ તેનો જન્મદિવસ વિજય સાથે ઉજવ્યો?
રશ્મિકાએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રશ્મિકા તેના પ્રિયજનોનો આભાર માની રહી છે, જેમણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ જે જગ્યાએ રશ્મિકાના આ વીડિયો છે, વિજય દેવરકોંડાએ પણ તે જ જગ્યાએથી વીડિયો સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરેલી છે. હવે આ મુદ્દાને લઈને, ફેન્સમાં એવી ચર્ચા ઉભી છે કે રશ્મિકાએ આ ઘરમાં વિજય સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો છે. ફેન્સની આ ચર્ચા બાદ વિજય સાથે અફેરને લઈ રશ્મિકાએ ટ્વીટ કરતા કહ્યું કે – ‘અય્યો જ્યાદા મત સોચો બાબુ’

રશ્મિકા-વિજયનું અનેકવાર જોડાયું છે નામ !
બાય ધ વે, આ પહેલીવાર નથી જ્યારે વિજય દેવરાકોંડા અને રશ્મિકાનું નામ એકબીજા સાથે જોડાયુ હોય. આ પહેલા માલદીવ ટ્રિપની તસવીરો જોઈને ફેન્સે વિજય અને રશ્મિકાના ડેટિંગના સમાચારને હવા આપી હતી. મહત્વનું છે કે રશ્મિકા અને વિજય દેવરકોંડા સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મો ‘ડિયર કોમરેડ’ અને ‘ગીતા ગોવિંદમ’માં સાથે જોવા મળ્યા હતા.