વિજય દેવરાકોંડા-રશ્મિકા મંદન્ના કરશે લગ્ન…
મુંબઈ, 07 જાન્યુઆરી : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદન્નાના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની અફવાઓ સાચી થાય તેવી ઈચ્છા કરી રહ્યા છે. વર-કન્યા અવતારમાં બંનેની તસવીરો પણ વાયરલ થઈ છે. એવી પણ અફવા હતી કે વિજય દેવરાકોંડાએ તેની મિત્ર રશ્મિકા મંદન્ના સાથે સગાઈ કરી લીધી છે. બધા જાણે છે કે બંને વચ્ચે લાંબા સમયથી ઘણુ બધુ ચાલી રહ્યું છે. હવે ફરી તેમની સગાઈ અને લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સમાચાર છે કે તેમની સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી, ત્યારબાદ બંને ‘ડિયર કોમરેડ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં એટલી સફળ રહી ન હતી, પરંતુ આનાથી તેમના સંબંધો નબળા ન પડ્યા.
ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે રશ્મિકા મંદન્ના દરેક તહેવાર પર વિજય દેવરાકોંડાના ઘરે જાય છે. આ સિવાય એવી પણ અફવા છે કે બંને રજાઓ ગાળવા માલદીવ ગયા છે.
હવે એવું પણ સાંભળવા મળ્યું છે કે વિજય-રશ્મિકા બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ટૂંક સમયમાં સગાઈ પણ કરશે, જે દર્શાવે છે કે બંનેના પરિવારજનો સંબંધ માટે સંમત છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સગાઈ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં થશે.
વિજય દેવરાકોંડાએ થોડા સમય પહેલા ‘ખુશી’ નામની ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં સામંથા રૂથ પ્રભુ મુખ્ય હિરોઈન તરીકે હતી. આ ફિલ્મ 1 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી. વિજય દેવેરાકોંડા હાલમાં ‘ગીતા ગોવિંદમ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર નિર્દેશક પરશુરામ પેટલાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
વિજયની આગામી ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ની રિલીઝ ડેટ કેટલાક કારણોસર મોકૂફ રાખવામાં આવી છે, જેમાં તેની સામે મૃણાલ ઠાકુર જોવા મળશે. સમાચાર છે કે આ ફિલ્મ 18 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.
રશ્મિકા મંદન્નાની ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2’માં કામ કરી રહી છે, જેમાં અલ્લુ અર્જુન મુખ્ય હીરો છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય તે ‘રેમ્બો’ નામની તેલુગુ ફિલ્મનો પણ ભાગ છે.
આ પણ વાંચો :