ગુજરાતટ્રેન્ડિંગ

લોકસભાની ચૂંટણીમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે સતર્કતા, બેંક મેનેજરો સાથે કલેક્ટરની બેઠક

  • બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી અધિકારીને મોકલવાની
  • જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા વિવિધ વિભાગો સાથે મિટિંગ શરૂ કરાઇ
  • નાગરિકોને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર કલેકટરે ખાસ ભાર મૂક્યો

ચૂંટણીમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે બેંક મેનેજરો સાથે કલેક્ટરની બેઠક યોજાઇ છે. જેમાં બે મહિનાથી નિષ્ક્રિય ખાતાઓમાં અચાનક જ વ્યવહારો થાય તો ધ્યાન રખાશે. દરેક બેન્કોને આ પ્રકારના વ્યવહારો અંગે પંચનું ધ્યાન દોરવા તાકીદ છે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે.

જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા વિવિધ વિભાગો સાથે મિટિંગ શરૂ કરાઇ

લોકસભાની ચૂંટણીમાં અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે બેંક મેનેજરો સાથે કલેક્ટરની બેઠક યોજાઇ હતી. છેલ્લા બે માસમાં સાયલન્ટ રહેલા બેંક એકાઉન્ટમાં અચાનક આર્થિક વ્યવહારોની લેવડદેડવ વધે તો ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઇ હતી. જિલ્લા કલેકટર કહ્યું કે, આ રૂટિન પ્રોસેસ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં શાંતીપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા વિવિધ વિભાગો સાથે મિટિંગ શરૂ કરાઇ છે. વિવિધ બેંકના મેનેજરો સાથે મિટિંગ યોજાઇ હતી. મિટીંગમાં ચૂંટણી સમયે બેંકમાં થનાર પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શની જાણકારીની ચૂંટણી વિભાગને માહિતી આપવા સૂચના આપી હતી. સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર કલેકટરે ખાસ ભાર મૂક્યો હતો.

બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી અધિકારીને મોકલવાની

કલેકટર કહ્યું કે, છેલ્લા બે માસ દરમિયાન (સાયલન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓ અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેંક મેનેજરોને સૂચના આપી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લા કે મતવિસ્તારમાં આવી તબદીલીના કોઇ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી કે અન્ય કેટલાક વ્યક્તિઓના ખાતામાં RTGS દ્વારા અસામાન્ય રકમની તબદીલી થાય તો તેવી માહિતીનું ધ્યાન દોરવું રહેશે. નોમિનેશન ફાઇલ દાખલ કરનાર ઉમેદવાર તેમના વિવાહિત સાથી અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે.

Back to top button