ગુજરાત

બિપોરજોય વાવાઝોડાના ભણકારા વચ્ચે અમદાવાદના ફાયર સ્ટેશનોમાં વિજિલન્સની તપાસ

Text To Speech
  • બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ
  • પહેલીવાર વિજિલન્સને આવી ટેક્નિકલ તપાસ સોંપાઈ હોવાની ચર્ચા
  • કરાચી અને કચ્છનાં માંડવીની વચ્ચે જખૌ નજીક ટકરાશે

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડુ ગુરૂવારે બપોરે પ્રતિકલાકના 150 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સાથે પાકિસ્તાનના કરાચી અને કચ્છનાં માંડવીની વચ્ચે જખૌ નજીક ટકરાશે. જેને લઇને તંત્ર દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: અમદાવાદ: બિપરજોય વાવાઝોડા માટે AMC તંત્ર સજ્જ, જાણો કેવી છે તૈયારી 

પહેલીવાર વિજિલન્સને આવી ટેક્નિકલ તપાસ સોંપાઈ હોવાની ચર્ચા

એએમસીની વિજિલન્સ દ્વારા શહેરના તમામ ફયર સ્ટેશનો પર સાધનોની તપાસ કરવામાં આવી હતી. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજિલન્સમાં નોન ટેકનિકલ સ્ટાફ્ દ્વારા ટેકનિકલ સાધનોની તપાસ કરાઇ હતી. એટલે કે તંત્ર દ્વારા માત્ર કામગીરી દેખાડવા માટે આ તપાસ કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં AMC દ્વારા આ કાર્ય કરી રૂ.200 કરોડની આવક કરાશે 

બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ

બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે ફાયરબ્રિગ્રેડને પણ સ્ટેન્ડબાય રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરના તમામ ફાયર સ્ટેશનોમાંથી ફાયરના સાધનોની વિગત મંગાવી હતી. તેને લઇને સાધનો તે પ્રમાણે છે કે નહિ તે માટે એએમસી વિજિલન્સ દ્વારા તમામ ફાયર સ્ટેશનો પર ફાયરના સાધનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ સાધનો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. તેમજ જે વિગત મંગાવી હતી તે પ્રમાણે સાધનો છે કે નહિ તે પણ ચકાસવામાં આવ્યુ હતુ.

Back to top button