વિદ્યાનગરઃ રોજગાર ભરતી મેળામાં ૫૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
આણંદ, 14 જાન્યુઆરી: જિલ્લા રોજગાર કચેરી, આણંદ અને સરકારી આઈ.ટી.આઈ., સોજીત્રાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગરની નલીની આર્ટસ કોલેજની સામે આવેલા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૫૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાનગર ખાતે ટેલિકોલિંગ એક્ઝિક્યુટિવ, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, એન્જિનિયર, હેલ્પર, કસ્ટમર સર્વિસ, બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, એપ્રેન્ટિશિપ મિકેનિક અને ડ્રાફ્ટમેન, એપ્રેન્ટિશિપ ફીટર વેલ્ડર અને કોમ્પ્યુટર ઓપરેટર, પેકર, સેલ્સમેન, સ્ટાફ નર્સ અને રિસેપ્શન પર્સન વર્કર અને હેલ્પર, એકાઉન્ટન્ટ, ટેકનીશીયન, ઈન્સ્યોરન્સ એડવાઇઝર, એક્ઝિક્યુટિવ એપ્રેન્ટિશિપ ઈલેક્ટ્રિશિયન જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓના ૧૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રોજગાર ભરતી મેળામાં ૧૦૬ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી ૫૦ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચોઃ દીવમાં યોજાયેલી પ્રથમ બીચ ગેમ્સમાં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું