ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બહેનના લગ્નમાં ડાન્સ કરતી વખતે યુવતીનું મૃત્યુ થયું, અચાનક બેભાન થઈને ઢળી પડી, વીડિયો જોઈ ધ્રુજી જશો

Text To Speech

વિદિશા, 10 ફેબ્રુઆરી 2025: મધ્ય પ્રદેશના વિદિશામાંથી એક છોકરીના પોતાની બહેનના લગ્નમાં ડાન્સ કરતી વખતે મૃત્યુ થઈ ગયું. છોકરી અચાનક સ્ટેજ પર નીચે ઢળી પડી. ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. યુવતી ઈન્દોરથી લગ્નમાં સામેલ થવા માટે વિદિશા આવી હતી. આ ઘટના શનિવાર રાતના 10 વાગ્યાની હોવાનું કહેવાય છે. લગ્ન સમારંભમાં મહિલા સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેનો વીડિયો રવિવારે સામે આવ્યો છે. મૃતક યુવતીની ઓળખાણ 23 વર્ષિય પરિણીતા તરીકે થઈ છે. પરિણીતા મંચ પર એક ગીત પર ડાન્સ કરી રહી હતી.

ડાન્સ સ્ટેપ કરતી વખતે તે અચાનક ઊભા ઊભા પડી ગઈ. પરિણીતાનો અંતિમ સંસ્કાર વિદિશામાં જ કરી દેવામાં આવ્યા છે. શનિવાર રાતે લગભગ 9 વાગ્યે કાર્યક્રમ શરુ થયો હતો. લગ્નમાં અમુક સંબંધીઓએ તેને સીઆરપી આપવાની કોશિશ પણ કરી હતી. પણ તેનો જીવ બચાવી શક્યા નહીં. પરિવાર તેને લઈને નજીકની હોસ્પિટલમાં ગયો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

મૃત્યુ બાદ પરિવારમાં માતમ છવાયો છે. ત્યાર બાદ સાધારણ રીતે કાર્યક્રમને પુરો કરી દેવામાં આવ્યો. રવિવારે થવાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા હતા. કહેવાય છે કે પરિણીતાનો નાનો ભાઈનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.પરિણીતાના પિતા સુરેન્દ્ર કુમાર જૈન સ્વસ્તિકા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં વિજયનગર એરિયાના બ્રાન્ચ હેડ છે. ઈન્દોર સાઉથ તુકોગંજ વિસ્તારમાં હાલમાં રહે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, આજથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાગશે

Back to top button