ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

હોસ્પિટલની બેદરકારીનો વીડિયો, દર્દીઓના રિપોર્ટમાંથી બને છે કાગળની પ્લેટો!

Text To Speech
  • KEM હોસ્પિટલનો આ આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહયો છે વાયરલ

મુંબઈ, 7 જુલાઇ: મુંબઈથી એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો બહાર આવ્યો છે, જેમાં હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ મામલો મુંબઈની KEM હોસ્પિટલનો છે. અહીં દર્દીઓના રિપોર્ટ પરથી બનેલી પેપર પ્લેટનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલના દર્દીઓના રીપોર્ટનો કાગળની પ્લેટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

સીટી સ્કેનનાં જૂના ફોલ્ડર હોવાની માહિતી

દર્દીઓના મેડિકલ રિપોર્ટને કાગળની પ્લેટ એટલે કે ફૂડ પ્લેટમાં રૂપાંતરિત કરવામાં આવ્યા, જેમાં લોકો ભોજન પીરસવામાં આવે છે અને લોકો તેમાં ભોજન ખાય છે. હોસ્પિટલનું નામ, દર્દીઓની વિગતો અને તબીબી પ્રક્રિયા જેવી માહિતી પ્લેટ પર જોવા મળી રહી છે. KEM હોસ્પિટલના ડીન ડો. સંગીતા રાવતે સ્પષ્ટતા કરી હતી કે, “આ પ્લેટો દર્દીના રિપોર્ટ પરથી બનાવવામાં આવી નથી. આ દર્દીઓના રિપોર્ટ નથી, આ સીટી સ્કેનના જૂના ફોલ્ડર્સ છે.” હવે BMC કમિશ્નર ભૂષણ ગગરાણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

છ કર્મચારીઓને કારણ બતાવો નોટિસ

જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે હોસ્પિટલ પ્રશાસને છ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી હતી. મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરે સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે અને હોસ્પિટલ પ્રશાસન તેમજ મહાનગરપાલિકા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે X પર લખ્યું છે કે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? જાગો પ્રશાસન…જેઓએ આવું કર્યું છે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ.

આ પણ જુઓ:  હાથરસ કાંડ અંગે રાહુલ ગાંધીએ CM યોગીને લખ્યો પત્ર: વળતરની રકમ વધારવાની કરી માંગ

Back to top button