વિશેષ

આથિયા અને રાહુલના લગ્ન પહેલાં સંગીત સેરેમનીના વીડિયો થયા વાયરલ

Text To Speech

આ વર્ષના સૌથી વધુ ચર્ચામાં રહેલા અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલ આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે. સાંજે 4 વાગ્યે લગ્નના બંધનમાં બંધાશે. આ પ્રસંગે પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આથિયા અને કે.એલ. સાંજે સાડા છ વાગ્યાની આસપાસ સત્તાવાર લગ્ન પછી મીડિયાની સામે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ પહેલાં લગ્નના ઘણાં મહેમાનો સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં પહોંચ્યા છે. રવિવારે સંગીત સેરેમનીના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં ‘હમ્મા હમ્મા’, ‘જુમ્મા ચુમ્મા’ જેવા ગીતોએ સંગીત સમારોહને ધૂમ મચાવી દીધો હતો. આ પ્રસંગનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સુનિલ શેટ્ટી પોતાની પત્ની માના શેટ્ટી અને દીકરા અહાન શેટ્ટી સાથે સંગીત સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. આથિયાની નિકટની મિત્ર આકાંક્ષા રંજન કપૂર અને અન્ય પણ આ જશ્નમાં સામેલ થયા હતા. જોકે કે.એલ રાહુલ અને આથિયાના ડાંસ વીડિયો હજુ સુધી સામે આવ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

છેલ્લા થોડાં દિવસોથી શેટ્ટી પરિવાર અને રાહુલનો પરિવાર ખંડાલામાં જ છે. અને ત્યાં લગ્નની વિવિધ સેરેમની ચાલી રહી છે. જેમાં હલ્દી સેરેમનું પણ આયોજન થયું છે. જેના પછી સુનીલ શેટ્ટીએ મીડિયા સામે આવીને જણાવ્યું કે,હું કાલે બંનેને લઈને આવીશ. તમે જે પ્રેમ બતાવ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર

આ પણ વાંચો : આસામના મુખ્યમંત્રીનું નિવેદન: શાહરુખ ખાન કોણ છે? શું છે ‘પઠાણ’ ?

Back to top button