VIDEO: યુવરાજ સિંહે આજના દિવસે 6 સિક્સર ફટકારીને રચ્યો હતો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો રેકોર્ડ


ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. યુવરાજે તેની કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. તેણે T20 વર્લ્ડ કપ 2007માં પણ આવી જ ઈનિંગ રમી હતી. યુવરાજે આ દિવસે ઇંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣
Happy birthday @YUVSTRONG12! ???? pic.twitter.com/0ZFS3EBHnw
— ICC (@ICC) December 12, 2019
T20 વર્લ્ડ કપ 2007ની એક ગ્રુપ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 218 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુવરાજ સિંહે માત્ર 16 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુવીએ 7 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ઇનિંગ્સ દરમિયાન બ્રોડે 19મી ઓવર કરી હતી. યુવીએ પ્રથમ બોલ પર જ શાનદાર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે સતત પાંચ સિક્સર ફટકારી. આ રીતે આ ઓવરમાં છ છગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ટીમ તરફથી વિક્રમ સોલંકીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. કેપ્ટન પોલ કોલિંગવુડ 20 બોલમાં 28 રન જ બનાવી શક્યો હતો. ભારત તરફથી ઈરફાન પઠાણે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આરપી સિંહે 2 વિકેટ લીધી હતી. હરભજન સિંહને સફળતા મળી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 18 રને જીતી લીધી હતી.