Video: બદ્રીનાથને મુસ્લિમોનું ધાર્મિક સ્થળ ગણાવતા મૌલાનાના વાયરલ વીડિયોની હકીકત શું છે?
દહેરાદુન, 2 નવેમ્બર, 2024: હિન્દુઓના સૌથી પવિત્ર યાત્રાધામો પૈકી એક બદ્રીનાથ ધામને મુસ્લિમોના ધાર્મિક સ્થળ ગણાવતા એક મૌલાનાનો વીડિયો ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દેશ અને દુનિયાના હિન્દુઓ આ વીડિયોને કારણે છંછેડાઈ ગયા છે. એક X યુઝરે તો આ મૌલાનાનો વીડિયો શૅર કરીને તેને ફાંસી આપી દેવી જોઈએ એવી માગણી પણ કરી દીધી છે.
શું છે વાયરલ વીડિયોમાં?
આ વાયરલ વીડિયોમાં એક મૌલાના કહી રહ્યો છે કે, બદ્રીનાથ ધામ મુસ્લિમોનું ધાર્મિક સ્થળ છે. તે બદ્રીનાથ નથી પરંતુ એ બદરુદ્દીન શાહની મજાર છે અને તેથી એ મુસ્લિમોનું સ્થળ છે. તેણે માગણી કરી છે કે, બદ્રીનાથ મુસ્લિમોને સોંપી દેવું જોઈએ.
વીડિયોમાં તે કહે છે કે, સાચી વાત એ છે કે બદ્રીનાથ નહીં પરંતુ બદરુદ્દીન શાહ છે. એ મુસ્લિમોનું ધાર્મિક સ્થળ છે. તે મુસ્લિમોને સોંપી દેવું જોઈએ. તે બદ્રીનાથ નથી. નાથ લગાવી દેવાથી તે હિન્દુ સ્થળ નથી બની જતું. ઇતિહાસ જોઈ લો, એ મુસ્લિમોનું ધાર્મિક સ્થળ છે. વડાપ્રધાન મોદીએ આ મામલે દખલ કરવી જોઇએ અને બદ્રીનાથ મુસ્લિમોને સોંપી દેવું જોઇએ. હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીને કહેવા માગું છું કે, લોકોને બકવાસ કરતા રોકે અને અમને એ સ્થળ સોંપી દે.
મૌલાના આગળ વધીને એવું પણ બોલે છે કે, જો બદ્રીનાથ અમને સોંપવામાં નહીં આવે તો દેશભરના મુસ્લિમો બદ્રીનાથ તરફ કૂચ કરશે અને તેના ઉપર કબજો કરી લેશે.
જૂઓ અહીં વીડિયોઃ
सुनिए इस मौलवी एक नया शिगूफा।इसके अनुसार बद्रीनाथ का नाम बदरुद्दीन शाह का मजार है जो मुस्लिमों का है।
ऐसी बयानबाजी मात्र वोटलालची सत्तालोलुप प्रजातांत्रिक सरकारों में मात्र भारत में ही संभव है। यहां नेता गलती का विरोध इसलिए नहीं करते ताकि उनका वोट कट जाएगा। ऐसे लोगों को फांसी दो। pic.twitter.com/4yDzC0sr9K— महेन्द्र मणि त्रिपाठी (@ManiTripat24877) November 1, 2024
વીડિયોની હકીકત શું છે?
વાસ્તવમાં આ વીડિયો છેક જુલાઈ 2017નો છે. આ જ વીડિયો 2021માં પણ વાયરલ થયો હતો. અર્થાત આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ ઓછામાં ઓછા સાત વર્ષ જૂનો છે. અહેવાલ મુજબ, 2017માં આ વીડિયો પહેલી વાર સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે મૌલાના ઉપર FIR થઈ હતી. એ પછી તેણે જાહેરમાં માફી પણ માગી હતી. વીડિયોમાં દેખાય છે તે મૌલાના ઉલુમ નિસવાનો અબ્દુલ લતીફ છે. જોકે તેના ઉપર પગલાં લેવાયા હતા અને ત્યારબાદ તેણે માફી પણ માગી હતી.
આ પણ વાંચોઃ CM બનવા કોંગ્રેસ સાથે ગયા, મેં ઉદ્ધવને ખૂબ સમજાવ્યા : એકનાથ શિંદે