Video : મહાકાલના દરબારમાં વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા પણ રહી હાજર
ટીમ ઈન્ડિયાને શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ હારમાંથી બહાર નીકળવા માટે વિરાટ કોહલી આજે વહેલી સવારે બાબા મહાકાલના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વિરાટ કોહલીએ આજે સવારે 4 વાગ્યે પત્ની અનુષ્કા સાથે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોહલી લગભગ દોઢ કલાક સુધી મંદિરમાં રહ્યો હતો. ભસ્મ આરતી બાદ કોહલી અને અનુષ્કાએ ગર્ભગૃહમાં પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો.
#WATCH | Actor Anushka Sharma & Cricketer Virat Kohli offered prayers to Lord Shiva at Mahakaleshwar temple in Ujjain, Madhya Pradesh today morning pic.twitter.com/FBq3KsrNU2
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
કોહલી અને અનુષ્કા ભક્તિમાં મગ્ન જોવા મળ્યા
દર્શન કર્યા બાદ વિરાટ કોહલીએ જય શ્રી મહાકાલનો જયઘોષ કર્યો હતો. બીજી તરફ અનુષ્કાએ કહ્યું કે મહાકાલ મંદિરની મુલાકાત લઈને ખૂબ જ આનંદ થયો અને જ્યારે પણ તે ઈન્દોર આવશે ત્યારે બાબા મહાકાલના દર્શન કરવા ચોક્કસ આવશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાબા, મહાકાલની ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળ્યા હતા. ભારતીય બેટ્સમેન તેના ગળામાં રુદ્રાક્ષની માળા સાથે ધોતી સોલા પહેરીને ભગવાન મહાકાલનું ધ્યાન ધરતો બેઠો જોવા મળ્યો હતો, તેના કપાળ પર ચંદનનું મોટું ત્રિપુણ હતું.
આ પણ વાંચો : WPL-2023 : આવતીકાલથી પહેલી સીઝનનો પ્રારંભ, આ બે ટીમની પ્રથમ મેચ, જાણો કેટલા દિવસ અને ક્યાં જોવા મળશે તમામ અપડેટ ?
#WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in Ujjain. pic.twitter.com/NKl8etcVGR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
ભારતની ક્રિકેટ ટીમને ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ મેળવવાનો રસ્તો પણ થોડો મુશ્કેલ બની ગયો છે. ત્રીજી ટેસ્ટમાં હાર બાદ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો અને શનિવારે સવારે મહાકાલના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો : Video : ખરાબ ફોર્મથી પરેશાન કેએલ રાહુલ પહોંચ્યા બાબા મહાકાલના દરબારમાં !