બનાસકાંઠામાં વિડિયો વાયરલ : ખેતરમાં બટાકામાં ગાયો ભેળાવી
પાલનપુર : રાજ્યભરમાં ચાલુ સાલે શાકભાજીના રાજા ગણાતા બટાટા અને ડુંગળીના ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે.બટાટા ડુંગળીના ભાવ એકદમ તળિયે બેસી જતા ખેડૂતોને ભયંકર આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બટાકા માંથી બિલકુલ ઉપજ ન થતા ખેડૂતો બટાટાને ગાયોને ખવડાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતાં સમગ્ર સોશિયલ મીડિયામાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.
ખેડૂતે પોતાના ખેતરમાંથી કાઢેલા બટાટામાં ગાયો છુટ્ટી મૂકી
દેશભરમાં બટાકાના હબ ગણાતા ડીસામાં ચાલુ વર્ષે બટાટાનું બમ્પર ઉત્પાદન થયું છે. સાથે સાથે કાઠીયાવાડમાં ડુંગળીનું પણ મબલખ ઉત્પાદન થયું છે. જોકે શાકભાજીના રાજા ગણાતા બટાટા અને ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને ખાતર બિયારણ જેટલો પણ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે બટાટા હબ ગણાતા ડીસામાં વર્ષ 2011 બાદ આ વર્ષે ફરીથી બટાકાના ભાવ સાવ તળિયે બેસી ગયા છે.અગાઉ ખેડૂતોએ બટાટા રોડ ઉપર ફેંક્યા હતા.ત્યારે આ વર્ષે પણ બટાકાનો બિલકુલ ભાવ ન મળતા તેમજ કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જાય તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ નીકળે નહીં તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો મુંઝાયા છે.
View this post on Instagram
ત્યારે ડીસામાં એક ખેડૂતે પોતાના ખેતરમાંથી કાઢેલા બટાટામાં ગાયો છુટ્ટી મૂકી દઈ ભેલાણ કરાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે ખેડૂતોની લાચારી દર્શાવતો આ વિડીયો અત્યારે દેશભરમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.બટાટાના ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે. જોકે હજુ સુધી સરકારે ખેડૂતોની કોઈ વાત સાંભળી નથી, ત્યારે આ વાઇરલ થયેલા આ વીડિયોના આધારે સરકાર બટાટાના ખેડૂતોની સ્થિતિ સમજે તો જ ખેડૂતોને આર્થિક સહાય મળી શકશે. અન્યથા અનેક ખેડૂતો દેવામાં આવી જાય તેવી સ્થિતિ છે. તેમજ દેવાના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો પણ નવાઈ નહીં.
આ પણ વાંચો : પાલનપુર : શ્રીમતી સાળવી પ્રાથમિક શાળામાં 749 બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ 268 કૃતિઓનું યોજાયું પ્રદર્શન