ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

Video: મૈસૂરના મહેલમાં રિહર્સલ છોડીને બે હાથી ભાગ્યા રસ્તા પર, લોકોમાં મચી નાસભાગ

Text To Speech

મૈસૂર, 21 સપ્ટેમ્બર, 2024: કર્ણાટકના મૈસૂરમાં એ સમયે થોડા વખત માટે નાસભાગ મચી ગઈ હતી જ્યારે બે હાથી મહેલમાંથી બહાર નીકળીને જાહેર રસ્તા તરફ ભાગ્યા હતા. મળતા અહેવાલ મુજબ આગામી દશેરાના તહેવાર નિમિત્તે યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનું રિહર્સલ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન બે હાથીની ધીરજ ખૂટી ગઈ હતી અને મહેલની બહાર તરફ દોડવા લાગ્યા હતા. આ બે પૈકી એક હાથી ઉપર તો મહાવત બેઠો હતો છતાં તે આગળ દોડી રહેલા હાથીની પાછળ દોડતો રહ્યો. જોકે, આગળનો પહેલો હાથી રસ્તા ઉપર પહોંચી ગયો હતો, પરંતુ પાછળ રહેલા બીજા હાથીને નિયંત્રણમાં લેવામાં તેના ઉપર બેઠેલા મહાવતને સફળતા મળી હતી.

જૂઓ વીડિયો…

મૈસૂરમાં દશેરા ઉત્સવ પહેલા બે હાથી, ધનંજય અને કંચન, ભવ્ય શોભાયાત્રાની પરંપરાગત તૈયારીઓમાં સામેલ હતા પરંતુ કોઇક કારણસર મગજ ગુમાવતાં મહેલની બહાર દોડવા લાગ્યા હતા. 12 ઓક્ટોબરે યોજાનારી દશેરાના ભાગરૂપે પરંપરાગત ભવ્ય શોભાયાત્રામાં ભાગ લેવા માટે લગભગ 11 હાથીઓને લાવવામાં આવ્યા છે અને તેમને પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને હાથીએ નાસભાગ કરી મૂકી હતી અને પેલેસ કોમ્પ્લેક્સના અવરોધો તોડીને શહેરના વ્યસ્ત માર્ગ ઉપર પહોંચી ગયા હતા. આ રીતે બે હાથી અચાનક દોડવા લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો, ઘણા લોકો ભયથી વિસ્તાર છોડીને ભાગી ગયા હતા. અહેવાલ મુદબ એક કલાકથી વધુ સમય સુધી વન અધિકારીઓ, પશુ નિષ્ણાતો તથા બીજા હાથીએ સાથે મળીને ગભરાયેલી હાથણી કંચનને કાબૂમાં લઈ શક્યા હતા. દરમિયાન, ધનંજયને તેના માહુત દ્વારા સફળતાપૂર્વક શાંત કરવામાં આવ્યો અને વધુ કોઈ ઘટના વિના મહેલની છાવણીમાં પાછો ફર્યો.

આવી નાસભાગ થવા છતાં જોકે કોઈને ઇજાઓ થઈ ન હતી અને હંગામા દરમિયાન કોઈ નુકસાન થયું ન હતું.

આ પણ વાંચોઃ વડોદરાઃ સાયબર અપરાધમાં મદદ કરવા બદલ પ્રાઈવેટ બેંકની મહિલા કર્મચારીની ધરપકડ

Back to top button