ટ્રેન્ડિંગફન કોર્નરલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરી

વીડિયો: બટેટા લવર્સ માટે હેવન છે આ અનોખી કેક

Text To Speech

HD ન્યૂઝ, 16 ફેબ્રુઆરી : બટેટાનો ઉપયોગ મોટાભાગની વાનગી ઓમાં કોઈને કોઈ સ્વરૂપે થતો જ હોય છે. સ્ટ્રીટ ફૂડમાં બટેટા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ શું તમે ક્યારેય તમારો જન્મદિવસ બટેટાની કેક કટ કરીને ઉજવ્યો છે? આ વાંચીને તમને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ હા આ સાચું છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બટેટામાંથી બનેલી મલ્ટિલેયર પોટેટો કેકને બનાવવાની રીત સમજાવવામાં આવી છે. જે પણ આ વીડિયો જોવે છે તે આશ્ચર્ય વ્યક્ત કરે છે.

બટેટામાંથી બનેલી મલ્ટિલેયર કેક

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર poppy_cooksના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં બટેટાની મલ્ટિલેયર કેક કેવી રીતે બનાવવી તે સમજાવવામાં આવ્યું છે. એક સેફએ તેના 30માં જન્મદિવસ પર આ બટેટાની કેક તૈયાર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Poppy O’Toole (@poppy_cooks)

કેક બનાવવા માટે સૌ પ્રથમ છૂંદેલા બટેટામાંથી નીચેનું સ્તર તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બટેટાની બનેલી જાડી બ્રેડ જેવું સ્તર તૈયાર કરીને તેના પર મૂકવામાં આવ્યું હતું. તે પછી છૂંદેલા બટેટા અને કેટલીક કેરેમેલાઇઝ્ડ ડુંગળી સાથે બેકન મૂકવામાં આવ્યું હતું. આ પછી, બટેટામાંથી ત્રીજી લેયર બનાવવામાં આવી અને તેના પર છીણેલું ચીઝ અને અન્ય સામગ્રી ઉમેરવામાં આવી. આ બટેટાની કેકની ટોચ પર બટેટાની મીણબત્તીઓ અને માખણની મીણબત્તીઓ બનાવીને મૂકવામાં આવી હતી.

એક કરોડ લોકોએ જોયો વીડિયો

બટેટામાંથી બનેલી આ કેકનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 મિલિયનથી વધુ એટલે કે 1 કરોડથી વધુ લોકોએ જોયો છે. વીડિયો પર લોકો તરફથી રસપ્રદ કોમેન્ટ્સ પણ મળી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘હું હવેથી આ કેકનો જ સ્વીકાર કરીશ.’ બીજાએ લખ્યું, ‘મને મારા જન્મદિવસ પર આ કેક જોઈએ એ પણ ગ્રેવી પોટ્સ સાથે.’ ત્રીજા યુઝરે લખ્યું ‘પ્યોર હેવન.’

આ પણ વાંચો : ‘તમારું અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે…’ કહીને કરી રૂ. 56 લાખની છેતરપિંડી

Back to top button