ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

વીડિયો: આ વ્યક્તિ 9 ટુ 5 જોબ ન કરી શક્યો, નોકરી છોડતા જ કર્યો જોરદાર ડાન્સ

HD ન્યૂઝ, 02 માર્ચ : તમે ઘણા લોકોને નોકરી મળવાની ઉજવણી કરતા જોયા હશે, પરંતુ નોકરી છોડવાની ખુશીમાં તમે ભાગ્યે જ કોઈને નાચતા જોયા હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને જોઈને તમે એક ક્ષણ માટે તમને આશ્ચર્ય થશે કારણ કે, એક વ્યક્તિ નોકરી છોડવાની ખુશીમાં વરસાદમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. નોકરી છોડ્યા પછી વ્યક્તિના ચહેરા પર આવી ખુશી જોઈને કોઈને પણ નવાઈ લાગશે.

ફ્રેન્ચ ઇન્ફ્લુએન્સર ફેબ્રિઝિયો વિલેરી મોરોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @fabriziovmoroni પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે નોકરી છોડીને જશ્ન મનાવતો જોવા મળે છે.

નોકરી પ્રત્યેનું વળગણ

ફ્રેન્ચ ઇન્ફ્લુએન્સર મોરોનીએ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીની નોકરી એ વિચારીને પસંદ કરી હતી કે તે તેની નોકરી અને શોખને સરળતાથી મેનેજ કરી શકશે, જો કે થોડા સમય પછી તેને સમજાયું કે તે કાં તો નોકરી કરી શકશે અથવા તે તેનો શોખ પૂરો કરી શકશે. આ પછી તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. નોકરીમાંથી રાજીનામું આપ્યા પછી, તેણે વરસાદમાં ભીંજાઈને ઉજવણી કરી અને રેઈન ડાન્સ કર્યો. વીડિયોમાં મોરોની ‘મે નોકરી છોડી દીધી’ એવું કહીને જોરદાર ડાન્સ કરે છે. નોકરી છોડીને તે ખૂબજ ખુશ છે તે સ્પષ્ટ દેખાય છે.

ફોલોઅર્સનો માન્યો આભાર

વેલેરી મોરોનીએ તેમની 9 ટુ 5 નોકરીનો અનુભવ પણ શેર કર્યો અને કહ્યું કે તે પોતાને કન્ટેન્ટ બનાવાની સાથે ડેસ્ક જોબ કરવા માટે યોગ્ય માને છે, પરંતુ તે ખોટો હતો. આ દરમિયાન, તેમણે તેમના ફોલોઅર્સને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થન માટે આભાર પણ માન્યો.

વાયરલ વીડિયો

જ્યારથી મોરોનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે ત્યારથી તેને ઘણી લાઈક્સ મળી છે. યુઝર્સ આ અંગે રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી છે. મોરોનીના વીડિયો પોસ્ટ પર એક યુઝરે લખ્યું, ‘મને આ સમજવામાં વર્ષો લાગ્યા… તમે તમારા જીવનના દરેક પાસાઓ પર 100 ટકા આપી શકતા નથી. પણ હું તમને તમારી નવી સફર માટે શુભેચ્છા પાઠવું છું. અન્ય એક યુઝરે લખ્યું, ‘હું બીમાર ન થયો ત્યાં સુધી 5 વર્ષ સુધી સમર્પિત રીતે કામ કર્યા પછી મેં મારી નોકરી છોડી દીધી. તે પછી મને સમજાયું કે મારા માટે તેની કોઈ કિંમત નથી. હવે હું ખુશ અને શાંત છું અને નવી નોકરી શોધી રહ્યો છું, પરંતુ અલગ માનસિકતા અને ધ્યેય સાથે.

આ પણ વાંચો : ગુસ્સામાં લાલ-પીળો અને હતાશામાં વાદળી… શરીરનો રંગ અને તાપમાન તમારી લાગણી સાથે બદલાય છે

Back to top button