અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમનોરંજનમીડિયાવીડિયો સ્ટોરી

Video: ગુજરાતમાં પણ છેવટે ગોધરાકાંડ પરની ફિલ્મ સાબરમતી રિપોર્ટ કરમુક્ત જાહેર

ગાંધીનગર, 21 નવેમ્બર, 2024: ગુજરાતમાં પણ છેવટે ગોધરાકાંડ પરની ફિલ્મ સાબરમતી રિપોર્ટને કરમુક્ત જાહેર કરવામાં આવી છે. આ અગાઉ જોકે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો આ ફિલ્મને ટેક્સફ્રી જાહેર કરી ચૂકી હતી, પરંતુ ગુજરાત સરકારે મોડે મોડે ફિલ્મને ટેક્સફ્રી કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગેની જાહેરાત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે કરી હતી. વાસ્તવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી સહિત રાજ્યના ટોચના અગ્રણીઓએ બુધવારે રાત્રે અમદાવાદમાં એક ખાસ શોમાં સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ હતી અને ત્યારબાદ આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી હતી.

જૂઓ વીડિયો

આ અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં થિયેટરમાં આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મના વિશેષ શો સમયે નિર્માત્રી એકતા કપૂર, પીઢ ફિલ્મ અભિનેતા જિતેન્દ્ર સહિત અગ્રણીઓ પણ હાજર હતા.

ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે કટ્ટરવાદી જેહાદી ટોળાએ રામસેવકોને લઈને આવતી સાબરમતી ટ્રેનના એસ-6 ડબાને આગ ચાંપી દીધી હતી જેમાં 59 નિર્દોષ કારસેવકો જીવતા ભૂંજાઈ ગયા હતા. એ આતંકી હુમલા બાદ દેશના મોટાભાગના મીડિયાએ નિર્દોષોને જીવતા સળગાવી દેવાની ઘટનાને કાંતો અકસ્માત અથવા આંતરિક ઝઘડાનાં કારણો દર્શાવીને કટ્ટરવાદી ટોળાના આતંકી કૃત્યને દબાવી દેવા મથામણ કરી હતી. એથી આગળ વધીને તત્કાલીન કેન્દ્ર સરકારના રેલવેપ્રધાન લાલુપ્રસાદ યાદવે તો અલગ તપાસ પંચની રચના કરીને ગોધરામાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલા આતંકી કૃત્યને અકસ્માત ગણાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો.

2002 અને ત્યારબાદ મીડિયા તેમજ અમુક ચોક્કસ રાજકીય પક્ષો દ્વારા ગોધરાકાંડની ઘટનાને દબાવી દેવાના કૃત્યને ઉજાગર કરતી આ ફિલ્મ સાબરમતી રિપોર્ટ પ્રદર્શિત થયા બાદ દેશના ખૂબ મોટા વર્ગને એ ઘટના વિશેની હકીકત જાણવા મળી છે. આ જ કારણે થોડા દિવસ પહેલાં જ્યારે કોઈ X યુઝરે આ ફિલ્મ વિશે પોસ્ટ કરી ત્યારે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની નોંધ લીધી હતી અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જણાવ્યું હતું કે, સત્ય બહાર આવ્યું એ સારું થયું, અને આ રીતે સામાન્ય લોકો જોઈ શકશે કે એ દિવસે (27 ફેબ્રુઆરી, 2002ના રોજ) ખરેખર શું થયું હતું.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યાં, કહ્યું – ‘સારું થયું સાચું સામે આવ્યું’

આ પણ વાંચોઃ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન સરકારે કરી ટેક્સ ફ્રી, CMએ આપી માહિતી

Back to top button