VIDEO: બાળકે એવી કમાલ કરી કે એ જોઈને શિક્ષિકા પણ હસવું રોકી ન શક્યાં
HD News Desk (અમદાવાદ), 20 માર્ચ: સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો અપલોડ થતાં હોય છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકોને પસંદ પડે છે, તો કેટલાક લોકો ટ્રોલ કરતા હોય છે. પરંતુ કેટલીકવાર આ પ્લેટફોર્મ્સ પર કંઈક એવું જોવા મળે છે જે લગભગ દરેકના ચહેરા પર સ્મિત અથવા હાસ્ય લાવી દે છે. આવો જ એક વીડિયો ઇન્ટરેન્ટ પર જોરદાર સર્ક્યુલેટ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીએ એવો કમાલ કર્યો કે, ટીચર ખુદ આશ્ચર્યમાં પડી ગયા અને પોતાની હસી પણ ન રોકી શક્યા.
વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શિક્ષક નાનકડા ભૂલકાંની નોટબુક ચેક કરી રહી હતી. અચાનક તેણે કંઈક એવું જોયું કે તે હસવું ના રોકી શકી. વાત એમ છે કે, ટીચરે બાળકને 1 થી 100 સુધીનું કાઉન્ટિંગ અને રિવર્સ કાઉન્ટિંગ લખવાનું કામ આપ્યું. બાળકે 1 થી 100 સુધીની ગણતરી સારી રીતે લખી. પરંતુ તેણે રિવર્સ ગણતરીમાં કમાલ કરી દીધો. કાઉન્ટિંગ રિવર્સમાં લખવાને બદલે બાળકે પાનું ઉલટાવી દીધું હતું. મતલબ કે તેણે પાનાના છેડાથી લખવાનું શરૂ કર્યું અને ઉપર લખવાનું ચાલુ રાખ્યું. જો તમને આ રીતે વાત ન સમજાઈ હોય તો એકવાર વીડિયો જોઈ લો, તો તમને પૂરી રીતે સમજ પડી જશે.
View this post on Instagram
આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 2.6 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે અને 66 હજારથી વધુ લાઇક મળી ચૂકી છે. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, છોકરો હોશિયાર છે, તે ચોક્કસ બેકબેન્ચરનો દીકરો હશે.ત્રીજા એકે લખ્યું કે, સાચું જ લખ્યું છે. અન્ય એક યુઝરે કહ્યું કે, બાળકો દિલથી સાચા હોય છે.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે અયોધ્યા પહોંચી, જુઓ વીડિયો