ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025વીડિયો સ્ટોરી

Video: તમન્ના ભાટિયાએ મહાકુંભમાં ‘ઓડેલા 2’નું ટીઝર કર્યું લોન્ચ: ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી અભિનેત્રી

મુંબઈ, 22 ફેબ્રુઆરી: તમન્ના ભાટિયા માટે 2024નું વર્ષ ખૂબ સારું રહ્યું છે, અને હવે તે ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવશે. તેમની આગામી મોટી ફિલ્મ ‘ઓડેલા 2‘ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જ્યારથી તમન્નાએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે, ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ, નિર્માતાઓ અભિનેત્રીની ફિલ્મનું ટીઝર લોન્ચ કરવા માટે સમગ્ર કાસ્ટ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

થોડા સમય પહેલા, તેમણે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તેમનો નાગા સાધુ લુક જોવા મળ્યો હતો. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ફિલ્મનું ટીઝર 22 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળામાં લોન્ચ કરવામાં આવશે. આજે તમન્નાએ આ વચન પૂરું કર્યું અને મહાકુંભ મેળામાં ‘ઓડેલા 2’નું ભવ્ય ટીઝર રિલીઝ કર્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના મહાકુંભમાં ‘ઓડેલા 2’ ના ટીઝર લોન્ચ દરમિયાન તમન્ના ભાટિયા ફિલ્મના સમગ્ર કલાકારો સાથે આશીર્વાદ લેતી જોવા મળી હતી. અશોક તેજા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થશે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ફિલ્મ ‘ઓડેલા 2’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અશોક તેજા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે. તમન્ના ભાટિયાનો નવો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ આકર્ષક લાગે છે. તમન્નાનો દેખાવ અને તેનું પાત્ર એકદમ નવું અને શક્તિશાળી લાગે છે. ગંગા નદીના કિનારેથી તમન્ના ભાટિયાની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે.

શુક્રવારે (21 ફેબ્રુઆરી) તમન્નાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને આ જાહેરાત કરી હતી જેમાં તે સાધ્વીના વેશમાં પૂજા કરતી જોવા મળી હતી. કેપ્શનમાં લખ્યું હતું, “પહેલી વાર.” #Odella 2′ નું ટીઝર 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ૨૦૨૪ માં વારાણસીમાં શૂટ થયેલી આ ફિલ્મમાં તમન્ના ભાટિયાની સાથે યુવા, નાગા મહેશ, વામસી, ગગન વિહારી, સુરેન્દ્ર રેડ્ડી, ભૂપાલ અને પૂજા રેડ્ડી જેવા કલાકારો પણ છે.

આ પણ વાંચો….Video: પૂનમ પાંડે સાથે થઈ જાહેરમાં ગંદી હરકતો, એક વ્યક્તિએ તેને KISS…..

Back to top button