નેશનલ

VIDEO: ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના સમર્થકોએ કર્યું તાંડવ! તલવારો અને બંદૂકો સાથે બેરિકેડ તોડીને પોલીસ ચોકીમાં ઘુસ્યા

Text To Speech

ખાલિસ્તાન તરફી નેતા અને ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહના હજારો સમર્થકો ગુરુવારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા. અહીં સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશનની બહાર તલવારો અને બંદૂકો સાથે પોલીસ બેરીકેટ તોડી નાખ્યા હતા. આ પછી સમર્થકો અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આનો વિરોધ કરવા અમૃતપાલ સિંહના સમર્થકો અહીં પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર અમૃતપાલના સમર્થનમાં મોટી સંખ્યામાં નિહંગો તલવારો સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ પોલીસે અમૃતપાલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ હાલમાં જ પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ હેડલાઈન્સમાં આવ્યા છે. દિવંગત પંજાબી અભિનેતા દીપ સિદ્ધુની પુણ્યતિથિ પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સ્ટેજ પરથી ધમકી પણ આપી હતી. અમૃતપાલે આ દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે ઈન્દિરા સાથે જે થયું તે તે કરશે.

દીપ સિદ્ધુની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં અમૃતપાલે કહ્યું કે, પંજાબનો દરેક બાળક ખાલિસ્તાનની વાત કરે છે. આ જમીન પર અમે હકદાર છીએ કારણ કે અમે અહીં શાસન કર્યું છે. અમિત શાહ હોય, મોદી હોય કે ભગવંત માન હોય, આમાંથી કોઈ આપણને પાછું ખેંચી નહીં શકે. આખી દુનિયાની સેના આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.” તેમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે સરકાર મને પકડવા માટે દરોડાની ખોટી અફવાઓ ફેલાવી રહી છે. પણ હું ક્યાં છું એ બધા જાણે છે. તમારે જે કરવું હોય તે કરો પણ નિર્દોષને ત્રાસ ના આપો.

આ પણ વાંચો : SC તરફથી પવન ખેડાને મોટી રાહત, વચગાળાની જામીન અરજી કરી મંજૂર

Back to top button