ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video: શાળાની ફેરવેલ પાર્ટીમાં હેલિકોપ્ટરથી પહોંચ્યો વિદ્યાર્થી, જોઈને વિધાર્થીઓ ચોંકી ગયા

Text To Speech

જયપુર, 18 ફેબ્રુઆરી: સ્કુલ એ વિદ્યાર્થીના(School Life) જીવનમાં સૌથી મહત્વનો અને સુંદર સમય હોય છે. શાળામાં ભણેલા વર્ષો કેટલા ઝડપથી પસાર થઈ જાય છે એ આપણને ખ્યાલ નથી આવતો. અભ્યાસ પૂરો થયા પછી વિદાયનો સમય આવે છે, જ્યારે બધા વિદ્યાર્થીઓ છેલ્લી વાર એકબીજાને મળે છે અને ખુશીથી વિદાય લે છે. કેટલાક વિદ્યાર્થીઓ(Student) શાળાની આ અંતિમ દિવસને યાદગાર બનાવવા પ્રયાસ પણ કરે છે. પરંતુ એક વિદ્યાર્થીએ તેને એટલું ખાસ બનાવ્યું કે તેનું સ્વપ્ન પણ ભાગ્યેજ કોઈ વિધાર્થી જોઈ શકે. આ મામલો રાજસ્થાનની એક કોન્વેન્ટ સ્કૂલનો છે. જ્યાં એક વિધાર્થી હેલિકોપ્ટરથી શાળાની ફેરવેલમાં પહોંચ્યો હતો.

હેલિકોપ્ટરમાં સાવર થઈને આવ્યો વિધાર્થી

જયપુર સ્થિત સેન્ટ મેરી કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં(St. Mary’s Convent Senior Secondary School) વિદાય સમારોહ ચાલી રહ્યો હતો. એક પછી એક બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, પરંતુ એક વિદ્યાર્થીની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા હતા. વિદ્યાર્થી કોઈ  વાહનના બદલે સીધા હેલિકોપ્ટરમાં(helicopter) શાળાએ પહોંચ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં તમે જોશો કે વિદ્યાર્થી હેલિકોપ્ટરમાં સવાર છે. તેનું હેલિકોપ્ટર શાળાના મેદાનમાં ઉતરે છે, જે બધાને ચોંકાવી દે છે.

અહીં વિડિયો જુઓ

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

ફેરવેલ સમારોહમાં હેલિકોપ્ટર દ્વારા શાળાએ પહોંચેલા આ વિધાર્થીનો વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. આ અંગે નેટીઝન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર videonation.teb હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યો છે. તેણે થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લાઈક્સ અને વ્યૂઝ એકઠા કર્યા છે.

‘હરે કૃષ્ણ, હરે રામ’નો મહામંત્ર આપનાર ચૈતન્ય મહાપ્રભુજીની આજે જન્મતિથિ

Back to top button