ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વીડિયો : ટેસ્ટ મેચના ઈતિહાસની સૌથી મોંઘી ઓવર નાખનાર બન્યો સ્ટુઅર્ટ બ્રોર્ડ, બુમરાહે તોડ્યા તમામ રેકોર્ડ

Text To Speech

ભારતની ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રોંમાચ ભરેલી બની રહી છે. જેમાં કેપ્ટન અને હોલર જસપ્રિત બુમરાહ દ્વારા પાવરફૂલ બેટિંગ કરવાના કારણે ચર્ચામાં આવી ગયો છે. જેને ઈંગ્લેન્ડ બોલર સ્ટુઅર્ટ બ્રોર્ડની એક જ ઓવરમાં 35 રન બનાવી ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ બ્રોર્ડ 145 વર્ષના ટેસ્ટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર નાખનાર બોલર બની ગયો છે.

સ્ટુઅર્ટ બ્રોડ જ્યારે પણ ભારતની સામે આવે છે ત્યારે તેની સાથે કંઈક એવું બને છે જે હંમેશા યાદ રહે છે. બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બન્યો, આ પહેલા તેણે ટી20 ઈન્ટરનેશનલમાં પણ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.ખાસ વાત એ છે કે, બંને વખત ભારતીય ટીમ સામે આવું બન્યું છે.

ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની સૌથી ટેસ્ટ ક્રિકેટમાં 550 થી વધુ વિકેટ ઝડપનાર સ્ટુઅર્ટ બ્રોડ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહ. સામે ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે વિચાર્યું પણ નહોતું કે, આ ઓવર આટલી લાંબી સાબિત થશે. આ 8 બોલની ઓવરમાં કુલ 35 રન થયા હતા,જેમાંથી 29 રન જસપ્રીત બુમરાહના બેટમાંથી આવ્યા હતા અને બાકીના એક્સ્ટ્રામાંથી આવ્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવર: 4, 4 (વાઇડ), 6 (નો બોલ), 4, 4, 4, 6, 1

મેચની 84મી ઓવરમાં 35 રન બન્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ઓવર સ્ટુઅર્ટ બ્રોડે ફેકી હતી. આજ સુધી ટેસ્ટ મેચની એક ઓવરમાં આટલા રન બન્યા જ નથી. આ પહેલા એક ઓવરમાં 28 રન બન્યા હતા. 28 બ્રાયન લારાએ 2003માં અને 28 જ્યોર્જ બેઈલી 2013માં બનાવ્યા હતા.

 

Back to top button