VIDEO STORY: બડે આરામ સે…..પાજીએ રસ્તામાં નડતી ગાડી આવી રીતે ખસેડી દીધી


HDNEWS, 19એપ્રિલ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે તો શું નથી જોવા મળતું, એમ કહીએ તો પણ ચાલે. આજકાલ લોકો રિયલ કરતા રિલમાં વધારે જીવી રહ્યા છે. રોજે રોજ વિશેષ વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ભારતના લોકોનો જુગાડ કહો ટેલેન્ટ કહો તેઓ હંમેશા કંઈક નવું કરવાનીને અલગ કરીને સોશિયલ મીડિયામાં અપડેટ મુકતા રહેતા હોય છે. એમ લાગી રહ્યું છે કે ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ હવે સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોઝમાં જોવા મળે છે. જેમાં દરેક વખતે કંઈક વિશેષ અને નવું જોવા મળતું હોય છે.અને લોકો પણ ઓડીયન્સની જેમ વીડિયોઝ જોઈને રિએક્શન આપતા હોય છે.
હાલમાં એક વાયરલ થયેલા પાવરફુલ વિડીયો જોઈને તમે પણ જોશમાં આવી જશો.આ વીડિયોમાં એક ગાડીમાં બે વ્યક્તિઓ કયાંક જતા હોય છે. ત્યારે રસ્તામાં તેમના આડે એક ગાડી આવતા અચાનક એેક ભાઈ ગાડીમાંથી બહાર આવીને આરામથી એકલા હાથે ગાડીને સાઈડમાં ખસે઼ડી દે છે અને પાછો પોતાની ગાડીમાં બેસી જાય છે.જુઓ આ વીડિયોમાં..
View this post on Instagram
લોકોના રીએક્શન્સ
વાયરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધી લાખોમાં વ્યુઝ મળ્યા છે.અને ઘણી બધી કોમેન્ટો પણ લોકોએ કરી હતી. જેમાં વીડીયો જોઈને એક લખ્યું કે મને તો હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેણે એકલાએ કરી બતાવ્યું.,બીજાએ લખ્યું કે, ગાડી હટાવવાની રીત બહુ કેજ્યુઅલ હતી.જયારે ત્રીજાએ તો ક્હુયં કે પાઝી તુસ્સી ગ્રેટ હો. તો અન્ય એક યુઝરે કોમેડી અંદાજમાં લખ્યું કે, મેં તો ઈતની હી જગહમે ગાડી નિકાલ લેતા.
આ પણ વાંચો: વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત