ટ્રેન્ડિંગફૂડવીડિયો સ્ટોરી

વીડિયો સ્ટોરી: અરેરે, આ મહિલા પાણીપુરીમાં શું ભેળવીને ખાય છે?

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક,27 એપ્રિલ:  જો કંઈક નવું કરવું હોય કે નવું ઈનોવેશન કરવું હોય તો એક્સપેરિમેન્ટ પ્રથમ પગલું છે. જોકે એક્સપેરિમેન્ટ શબ્દ મોટાભાગે સાયન્સની લેબમાં વપરાતો હોય છે. પણ આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ શબ્દ હવે કિચનમાં વધુ વપારાવા લાગ્યો છે. લોકો હવે ફુડમાં એક્સપેરિમેન્ટ કરીને ફ્યુઝન ફુડ બનાવી રહ્યા છે. તેમાં પણ સ્ટ્રીટ ફુડમાં ફ્યુઝન ફુડના રોજે રોજ નામ પણ ન સાંભળ્યા હોય અને વિચાર્યું પણ ન હોય એવું ફુડ તમને જોવા મળશે. હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા મેગી અને પાણીપુરી સાથે એક્સપેરિમેન્ટ કરી રહી છે.

મેગીની પાણીપુરી વાયરલ થઈ

તમે અત્યાર સુધીમાં અલગ અલગ  વાયરલ ફૂડ કોમ્બિનેશન જોયા જ હશે. જેમાં લોકો બે અલગ-અલગ વાનગીઓ એકસાથે મીક્સ કરીને ખાય છે. આવા જ એક ફૂડ કોમ્બિનેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ એક નવું ફૂડ કોમ્બિનેશન બનાવ્યું છે. વીડિયોમાં મહિલા મેગીને પાણીપુરીમાં ભેળવીને ખાતા જોવા મળી રહી છે. આ પ્રકારનું અજીબ ફૂડ કોમ્બિનેશન જોઈને લોકોના પણ અલગ અલગ રિએક્શનો સામે આવી રહ્યા છે. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Meetoo Srivastava (@_itzme_meetoo)

 લોકોએ ફની રિએક્સન આપ્યા

આ વાયરલ વીડિયોને @_itzme_meetoo નામના એકાઉન્ટમાંથી  ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે. આ વીડિયો પર લોકો તરફથી વિવિધ કોમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું ‘ઈસકે લિયે ગરુડ પુરાણ મેં અલગ સે સજા હોગી.’ અન્ય યુઝરે લખ્યું ‘હૈ રામ યે ક્યા દેખ લિયા મૈને.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ લોકો ગરીબ મેગીની પાછળ કેમ છે?’

આ પણ વાંચો: ભારતીય મુળના યુવકના કેનેડિયન ફુડ બેંકમાંથી ફ્રી ફુડ મેળવવાના વીડિયોથી થયો ટ્રોલ

Back to top button