ટ્રેન્ડિંગનેશનલ

Video: ટ્રેનમાંથી અચાનક ઉડવા લાગ્યો ધુમાડો, બીકના માર્યા મુસાફરોએ ચાલતી ટ્રેનમાંથી માર્યો કૂદકો

Text To Speech

ઝાંસી, 25 ઓકટોબર :  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રી કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ધુમાડાના ગોટેગોટા જોઈને કેટલાક મુસાફરો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. લોકો પાયલોટે તરત જ ટ્રેન રોકી અને સ્થાનિક રેલવે સ્ટેશનને અકસ્માતની જાણ કરી. રેલવે પ્રશાસનની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

ઉદયપુર ખજુરાહો ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે માબોહાથી ઝાંસી જઈ રહી હતી. આ દરમિયાન મૌરાનીપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની પેન્ટ્રી કારમાં આગ ફાટી નીકળી હતી. ધુમાડો ધીમે ધીમે ટ્રેનના અન્ય કોચમાં ફેલાઈ ગયો, જેના કારણે મુસાફરોમાં ચીસાચીસ ફેલાઈ ગઈ. આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી ટ્રેનમાંથી નીચે કૂદવા લાગ્યા હતા.

 

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ દુર્ઘટના બાદ લોકો પાયલોટે મૌરાનીપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી હતી. આ પછી મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ટીમ પેન્ટ્રી કારમાં આગ લાગવાનું કારણ શું છે તે શોધી રહી છે.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

આ ઘટનાને લઈને ઘણા વિડિયો પણ સામે આવ્યા છે, જેમાં એસી કોચમાં ધુમાડો દેખાઈ રહ્યો છે. તેમજ વીડિયોમાં કર્મચારીઓ બેડ લઈને કોચની બહાર જતા જોવા મળે છે. સ્ટેશન પર મુસાફરો અહીં-તહીં રખડતા અને બેઠેલા જોવા મળ્યા હતા. જો કે આગ વધુ પ્રસરે તે પહેલા રેલ્વે પ્રશાસને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

આ પણ વાંચો :  બિહાર પેટાચૂંટણી/ પ્રશાંત કિશોરમાંથી ઉમેદવાર પસંદ કરવામાં શા માટે થઈ રહી છે ભૂલો?

Back to top button