VIDEO : પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહેશે, હમાસના આતંકીઓએ આપી ધમકી
નવી દિલ્હી, 24 જુલાઈ : પેરિસ ઓલિમ્પિક આગામી 26 જુલાઈથી શરૂ થશે. પરંતુ તે પહેલા જ તેના પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકને લઈને હમાસના આતંકવાદીઓએ ચેતવણી આપી છે કે પેરિસમાં લોહીની નદીઓ વહેશે. જેના કારણે પેરિસ ઓલિમ્પિક પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું છે. જોકે ઈન્ટેલિજન્સ ટીમ આ અંગે એલર્ટ થઇ ગઈ છે. હમાસના આતંકીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધમકીભર્યો વીડિયો પણ શેર કર્યો છે.
આ પણ વાંચો : “શરણાર્થીઓને આશ્રય”વાળા નિવેદન પર ઘેરાયા મમતા બેનર્જી, બાંગ્લાદેશે ઉઠાવ્યો વાંધો
ગઈકાલે મંગળવારે વિડિયો રિલીઝ કર્યો
હમાસ આતંકવાદીનો આ વીડિયો ગઈકાલે મંગળવારે જાહેર કર્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત તે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ ઓલિમ્પિકમાં ઈઝરાયેલ પણ ભાગ લેશે. હમાસના એક આતંકવાદીના વીડિયોમાં, એક માસ્ક પહેરેલો વ્યક્તિ ફ્રાંસ અને ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી આપે છે કે પેલેસ્ટાઈન સાથેની અરાજકતા વચ્ચે ‘ઝિયોનિસ્ટ શાસન’નો પક્ષ લેવા માટે તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે.
Today Hamas released a video threatening that “rivers of blood will flow through the streets of Paris” at the Olympic Games #Paris2024 #HamasAreTerrorists #Olympics #ParisOlympics pic.twitter.com/s5QnziTLG7
— Amitabh Chaudhary (@MithilaWaala) July 23, 2024
લોહીની નદીઓ વહેશે
વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે અને તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટાયેલો છે. પેરિસમાં મોટા હુમલા તરફ ઈશારો કરીને આતંકવાદી કહે છે કે ‘લોહીની નદીઓ વહેશે’. વિડિયોનો અંત એ વ્યક્તિ સાથે થાય છે જેનું માથું નકલી હોય છે. કેટલાક લોકોનું અનુમાન છે કે વિડિયો હમાસ સાથે જોડાયેલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ વીડિયોને હમાસ સાથે જોડતા કોઈ સ્પષ્ટ પુરાવા નથી.
આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ભારતીયોએ મોદી સરકાર 3.0ના પ્રથમ બજેટના કર્યા વખાણ, જુઓ શું કહ્યું?