Video: ઓલિમ્પિક ઉદ્દઘાટન સમારંભ પહેલાં તોફાનીઓએ પેરિસને બાનમાં લીધું, ટ્રેન વ્યવહાર પણ ખોરવી નાખ્યો
પેરિસ, 26 જુલાઈ : પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલાં, ફ્રાન્સનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું હતું. અહેવાલો અનુસાર રેલવે લાઇન પર આગચંપી કરવામાં આવી હતી. આ દૂષિત કૃત્યથી રેલવ્યવહાર વ્યવસ્થાને માઠી અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી (26 જુલાઈ)થી ઓલિમ્પિક શરૂ થઈ રહ્યો છે.
🇫🇷 ALERTE INFO – À quelques heures de la cérémonie d’ouverture des JO, la #SNCF est victime d’une “attaque massive d’ampleur pour paralyser” son réseau de TGV, avec des incendies volontaires. Le trafic sera “très perturbé” au moins tout le week-end. ⚠️ Il est demandé “à tous les… pic.twitter.com/pMrxUN8Ka4
— Mediavenir (@Mediavenir) July 26, 2024
ટ્રેન ઓપરેટર કંપની SNCFએ આપ્યું નિવેદન
ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપની SNCFએ આજે શુક્રવારે (26 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી ન્યૂઝ એજન્સીને આપી હતી. ટ્રેન ઓપરેટર SNCFએ જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર રેલવ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી.કેસની તપાસ કરી રહેલા એક સૂત્રએ એએફપીને જણાવ્યું હતું કે આ દરમિયાન તોડફોડ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેના કારણે અનેક રૂટ કેન્સલ કરવા પડ્યા હતા. રેલ ઓપરેટરે જણાવ્યું હતું. આ હુમલાઓથી ટ્રેન લાઇનની એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય રેખાઓ પ્રભાવિત થઈ હતી.
આ પણ વાંચો : ઓલિમ્પિક માટે ભારતીય રિલે રેસ ટીમ તૈયાર, એશિયન રેકોર્ડ કર્યો હતો પોતાના નામે
SNCF એ મુસાફરોને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા વિનંતી કરી
SNCF એ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા વિનંતી કરી છે. આ હુમલાઓ પેરિસમાં ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ દરમિયાન કરવામાં આવ્યા છે. જેમાં 7,500 એથ્લેટ, 300,000 દર્શકો અને VIP સામેલ થવાના છે.
French rail company SNCF says its high-speed network has been targeted by “malicious acts” aimed at paralysing the system – just hours before the opening ceremony for the Olympic Games.
Hugh Schofield had the latest from Paris on #BBCBreakfast https://t.co/PBAzys5czU pic.twitter.com/um7lvViN91
— BBC Breakfast (@BBCBreakfast) July 26, 2024
8 લાખ રેલવે મુસાફરોને અસર થઈ
ફ્રેન્ચ ન્યૂઝ આઉટલેટ BFMTV સાથે વાત કરતા, SNCF ગ્રુપના પ્રમુખે કહ્યું કે 8 લાખ ટ્રેન મુસાફરોને અસર થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સ માટે નેટવર્ક તૈયાર હતું, પરંતુ હવે તેઓ નેટવર્કને શક્ય તેટલી વહેલી તકે રિપેર કરવા માટે સેંકડો કર્મચારીઓને એકત્રિત કરવાનું વિચારી રહ્યા છે.
લંડન અને પેરિસ વચ્ચેની રેલ સેવા પણ ખોરવાઈ ગઈ
france24.comના અહેવાલ મુજબ, યુરોસ્ટાર (રેલ્વે કંપની) એ જણાવ્યું હતું કે તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે ઘણી ટ્રેનો રદ થઈ છે અને મુસાફરીનો સમય વધી ગયો છે. યુરોસ્ટારે એક નિવેદનમાં કહ્યું – ફ્રાન્સમાં બનેલી આ ઘટનાને કારણે પેરિસ અને લિલી વચ્ચેની હાઇ સ્પીડ લાઇનને અસર થઈ છે. પેરિસ જતી તમામ હાઇ સ્પીડ ટ્રેનોને આજે (શુક્રવાર, જુલાઈ 26) ક્લાસિક લાઇન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરીના સમયમાં લગભગ દોઢ કલાકનો વધારો થયો છે.
ફ્રાન્સના પરિવહન પ્રધાન પેટ્રિસ વેગ્રિએટે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ “આ ગુનાહિત ઘટનાઓની સખત નિંદા કરે છે, અને SNCF ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.”
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકનું આજે ભવ્ય ઉદઘાટન, 128 વર્ષના ઈતિહાસમાં સૌથી અલગ હશે ઓપનિંગ સેરેમની