ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કુરબાનીના બકરા ઉપર લખ્યું RAM, ફરિયાદ બાદ મુંબઈ પોલીસે નોંધી FIR: જૂઓ Video

મુંબઈ, 16 જૂન, 2024: મુંબઈ પોલીસે સ્થાનિક લોકોની ફરિયાદને આધારે મોહમ્મદ શફી શેખ નામના એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. નવી મુંબઈમાં મટન શોપ ધરાવતો મોહમ્મદ શફી શેખ RAM લખેલો બકરો કુરબાની માટે વેચી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અને તેની સામે ફરિયાદ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

જૂઓ વીડિયો અહીં…

અહેવાલ અનુસાર, નવી મુંબઈ પોલીસે એક મટન શોપના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ મટન શોપમાં રહેલા એક બકરા પર પીળા રંગથી ‘RAM’ લખેલો એક વિડીયો વાયરલ થયો હતો. હિંદુઓના આરાધ્ય ભગવાન રામનું નામ લખીને તે બકરાને બકરી ઈદ પર કુરબાની માટે વેચવામાં આવવાનો હતો પરંતુ તે પહેલાં વીડિયો વાયરલ થતાં હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો હતો. સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતાં પોલીસે મટન શોપના માલિક મોહમ્મદ શફી શેખ વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં નવી મુંબઈ સ્થિત એક મટન શોપ પર એક સફેદ બકરો જોઈ શકાય છે. તે બકરા પર પીળા રંગથી ‘RAM’ લખવામાં આવ્યું છે. કેટલાક હિંદુઓ મટન શોપના માલિકને તેના આ કૃત્ય અંગે પ્રશ્નો પૂછતા પણ જોઈ શકાય છે. મોહમ્મદ શફી શેખની આ હરકત પકડી પાડનાર હિન્દુ કાર્યકરોએ કહ્યું કે, બકરી ઈદના દિવસે ‘RAM’ નામ લખેલા આ બકરાને હલાલ કરવાની યોજના હતી. જ્યારે હિંદુ સંગઠનોને આ અંગે માહિતી મળી તો તેઓ તાત્કાળ નવી મુંબઈના ‘ગુડલક મટન શોપ’ પર પહોંચી ગયા હતા. તેની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ભારે વિરોધ થતાં પોલીસે પણ આ મામલે IPCની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી મહોમ્મદ શફી શેખની અટકાયત કરી છે.

મીડિયા અહેવાલો અનુસાર નવી મુંબઈ સ્થિત બેલાપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295 હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સિવાય IPCની કલમ 34 અને પશુ ક્રૂરતા અધિનિયમની કલમ 11 હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર મહાનગરપાલિકા દ્વારા આ મટન શોપ પરથી 22 બકરા જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 17 જૂનના રોજ મુસ્લિમોનો બકરી ઈદનો તહેવાર છે જેમાં બકરાની કુરબાની આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ રવીના પર નશાનો આરોપ લગાવવાનું મોંઘું પડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યું

Back to top button