VIDEO પ્રયાગરાજ મહાકુંભઃ ગ્રાઉન્ડ રિપોર્ટઃ જાણો ગુજરાતના આ અઘોરીએ શું કહ્યુ
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/driving-8.jpg)
અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં અત્યાર સુધી આપણી પાસે રાષ્ટ્રીય અખબારોના અહેવાલ આવતા હતા. પરંતુ આપની લોકપ્રિય ન્યૂઝ વેબસાઇટ HD Newsએ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમાં બાબાજી, અઘોરીઓ, કિન્નરો તેમજ શ્રદ્ધાળુઓના અસંખ્ય વિડીયો લેવામાં આવ્યા હતા તેમજ ઇન્ટરવ્યુ પણ કરવામાં આવ્યા હતા. આવા જ ઇન્ટરવ્યુ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ જે વાંચકોને પસંદ આવશે. અહીં પ્રસ્તુત વીડિયોમાં ગુજરાતના એક અઘોરીનો ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે. સાથે તેની વીડિયો લિંક પણ પ્રસ્તુત છે. ગુજરાતના આ અઘોરીના પરિવાર વિશેની માહિતી ગોપનીયતાના કારણોસર પ્રસિદ્ધ કરવામાં આવી નથી પરંતુ તેમની સાથે થયેલી વાતો રોચક છે.
આ અઘોરીનું નામ છે વિક્રાંત નાથ, જે ગુજરાતના ખેડબ્રહ્માના છે તેમની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતુ કે અઘોરી એ શૂન્ય અવસ્થાનું પ્રતીક છે. ઘોરમાં પણ અજવાળુ લાવનાર છે અઘોરી. અઘોરી કેવી રીતે બનાય છે અથવા તો લોકો તેના પ્રત્યે આકર્ષિત કેમ હોય છે તેવુ પૂછતાં તેમણે કહ્યુ કે જે કોઇ વ્યક્તિ પૂર્વજન્મથી સંકળાયેલો હશે તો જ તે અઘોરી બનશે. અઘોરી બનનાર વ્યક્તિ ભારે સંશોધન કરીને આવતો હોય છે. શું અઘોરીઓમાં જાકુ કે કાળા જાદૂ જેવુ કંઇ હોય છે ખરુ? તેના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યુ કે જાદુ એટલે હાથની કળા. પરંતુ અઘોરી એટલે જે તે વ્યક્તિના સંશોધન પર આધારિત હોય છે. અમારી અમુક શક્તિઓ ગુપ્ત છે જે અમે સામાન્ય માણસોને બતાવી શકતા નથી.
પોતાની અઘોરી તરીકે યાત્રાના પ્રારંભ વિશે તેમણે કહ્યુ કે હું નાનો હતો ત્યારથી જ મારા ગુરુજી આદેશનાથી સાથે સંકળાયેલો હતો. તેમની સાધાના, જ્ઞાનથી આકર્ષિત થયો હતો. અઘોરી બનવા માટે ઉંમરને કોઇ લેવાદેવા નથી. ગમે તે ઉઁમરની વ્યક્તિઓ અઘોરી બની શકે છે.
અઘોરીનો કોઇ અખાડો કે આશ્રમ હોતો નથી. લોકોને અઘોરી વિશે ભારે ખોટો ભ્રમ છે કે તેઓ કાળી વિદ્યા કરે છે, માણસનું માસં ખાય છે વગેરે…પરંતુ અઘોરી કોઇનું ખોટ કરતા નથી. અઘોરી જ્યારે આગની જ્વાળાઓની વચ્ચે બેસીને સાધના કરતા હોય તે અમુક વખતે દિવસોના દિવસો ચાલતી હોય છે તે સંજોગોમાં તેમને ગમે તેવુ ખાવાની ફરજ પડતી હોય છે. તેમણે કહ્યુ કે આપણો ગુજરાતના ખેડબ્રહ્મામાં અમારો આશ્રમ બની રહ્યો તેની લોકો મુલાકાત લઇ શકે છે.
આ પણ વાંચો….અદાણીએ પાવર પ્રોજેક્ટમાં આ દેશને બતાવ્યો ઠેંગોઃ જાણો શા માટે લીધો આ નિર્ણય?