ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video : RSS સંસ્થાપક ડો.હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Text To Speech

નાગપુર, 30 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે નાગપુર પહોંચી ગયા છે. સંઘના શતાબ્દી વર્ષમાં પીએમ મોદી સંઘ મુખ્યાલયની મુલાકાત લેશે. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આરએસએસ હેડક્વાર્ટરની આ પ્રથમ મુલાકાત છે અને આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પીએમ મોદીની મુલાકાતને લઈને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે તેમના નાગપુર આગમનને કારણે સમગ્ર વિદર્ભમાં ઉત્સાહનો માહોલ છે. તેમના સ્વાગત માટે 47 સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિર ગયા અને આરએસએસના સંસ્થાપક ડૉ. હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

નાગપુર એરપોર્ટ પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી RSSના સ્મૃતિ મંદિર પહોંચ્યા અને ડૉ.હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વનું છે કે, નાગપુર પ્રવાસ દરમિયાન પીએમ મોદી દીક્ષાભૂમિની પણ મુલાકાત લેશે. આ પછી તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ સોલર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની દારૂગોળાની સુવિધાની પણ મુલાકાત લેશે.

Back to top button