ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video : દિલ્હીના કાર્યક્રમમાં શરદ પવારનો સહારો બન્યા PM મોદી, ખુરશી ઉપર બેસાડ્યા, પાણી ભરી આપ્યું

દિલ્હી, 21 ફેબ્રુઆરી : રાજધાની દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પીએમ મોદીએ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે NCP (SP)ના નેતા શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ અવસર પર પીએમ મોદીએ મંચ પર પહોંચેલા શરદ પવારની મદદ માટે ન માત્ર હાથ લંબાવ્યો, પરંતુ તેમને ટેકો આપીને તેમને ખુરશી પર બેસાડ્યા અને તેમના માટે બોટલમાંથી પાણીનો ગ્લાસ પણ ભર્યો હતો. આ જોઈને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

મહત્વનું છે કે મંચ પર પીએમ મોદી અને શરદ પવારની ખુરશીઓ બાજુમાં રાખવામાં આવી હતી. તે જ સમયે જ્યારે કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું હતું. તે સમયે પણ પીએમ મોદીએ શરદ પવારને આગળ બોલાવીને તેમની સાથે દીવો પ્રગટાવ્યો હતો. આ દરમિયાન ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ પણ વગાડ્યો હતો.

પીએમ મોદીએ તેમના ઉદ્ઘાટન ભાષણમાં મરાઠી સાહિત્યના ખૂબ વખાણ કર્યા હતા, તો શરદ પવારે પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

શરદ પવારે પીએમ મોદીના વખાણ કર્યા

શરદ પવારે કહ્યું કે મરાઠી સાહિત્યે આઝાદીનો ઝંડો ઊંચક્યો છે. દેશની રાજધાનીમાં મરાઠી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને ખુશી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હાજર છે. મરાઠીને શાસ્ત્રીય ભાષા બનાવવામાં મોદીની ભૂમિકા મહત્વની છે. મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કર્યું હતું. હવે 70 વર્ષ બાદ આ કોન્ફરન્સ દિલ્હીમાં થઈ રહી છે.

તેમણે કહ્યું કે આમંત્રણ મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ તરત જ તેનો સ્વીકાર કરી લીધો હતો. મારા ગુરુ યશવંત રાવ ચવ્હાણ મહાન લેખક હતા. ઘણી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર ચાર મહિલાઓ કોન્ફરન્સ પ્રમુખ તરીકે ચૂંટાઈ હતી. તારા ભવાલકર સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા એ આનંદની વાત છે. દિલ્હી અને મહારાષ્ટ્ર એકબીજા સાથે સંબંધિત છે. શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો છે.

પવારે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો

આ દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાહિત્ય ક્ષેત્રે અનેક બહેનોએ યોગદાન આપ્યું છે. કોઈપણ સાહિત્ય પરિષદની વાત કરીએ ત્યારે ચર્ચા શરૂ થાય છે કે રાજકારણીઓને તેની સાથે શું લેવાદેવા છે? રાજકારણ અને સાહિત્ય વચ્ચેનો સંબંધ ગાઢ છે. હાલમાં સંચાર મુશ્કેલ અને નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તેથી હવે લેખકોની જવાબદારી વધી ગઈ છે. આ અવસર પર શરદ પવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં હાજર છે, આ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચો :- કાલે અમદાવાદમાં પત્રકારત્વનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજાશે અનોખો મીડિયોત્સવ

Back to top button