ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

PM મોદી સહિત દુનિયાના મોટા નેતાઓનો Video થયો વાયરલ, જોઈને તમે ચોંકી જશો

Text To Speech

આજકાલ, સોશિયલ મીડિયાના યુગમાં, એકથી વધુ AI જનરેટેડ Video વાયરલ થાય છે, જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક AI જનરેટેડ વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક બાળકના રૂપમાં બતાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મોદી સિવાય વિશ્વના શક્તિશાળી દેશોના મોટા નેતાઓને પણ નાના રૂપમાં બતાવવામાં આવ્યા છે.

આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય ઘણા અગ્રણી નેતાઓ જોવા મળે છે. વીડિયોમાં આ તસવીરો એક પછી એક બતાવવામાં આવી છે અને કેપ્શનમાં નેતાનું નામ લખવામાં આવ્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ચસ્વ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે દુનિયામાં એક અલગ જ વાતાવરણ ઊભું કર્યું છે. તેની મદદથી લોકો ઘણા પ્રકારના કામ કરી શકે છે જે પહેલા મુશ્કેલ લાગતા હતા. તેનો ઉપયોગ મૂંઝવણભર્યા ચિત્રો બનાવવા માટે પણ થાય છે. જે રીતે દેશના મોટા નેતાઓને બાળસમાન રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તાજેતરના વાયરલ વીડિયોમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ, પોપ ફ્રાન્સિસ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્યો પણ છે. આ વીડિયો પ્લેનેટ AIના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, HD ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : સ્મોકી બિસ્કિટ ખાવાથી નાના બાળકનું થયું મૃત્યુ, નેટીઝન્સે લિક્વિડ નાઇટ્રોજનના ઉપયોગ સામે આપી ચેતવણી: જુઓ Video

Back to top button