VIDEO: મોરેશિયસમાં રામ ભક્તો ભક્તિના રંગમાં રંગાયા, મહારેલી કાઢીને ભગવો લહેરાવ્યો
પોર્ટ લુઇસ (મોરેશિયસ), 22 જાન્યુઆરી: વિશ્વ રામ મંદિરના અભિષેકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વિશ્વભરના હિન્દુઓ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. ત્યારે મોરેશિયસમાં પણ મહાકાર રેલી કાઢીને શ્રદ્ધાળુઓ ભક્તિના રંગમાં રંગાયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોરેશિયસમાં શ્રદ્ધાળુઓએ કારમાં ભગવો લહેરાવીને રેલી કાઢી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, રોડ પર લાંબી કતારમાં ઘણા વાહનો દોડી રહ્યા છે. ઘણા વાહનોમાં ‘જય શ્રી રામ’ના સ્ટિકર હોય છે અને કેટલાક વાહનો પર ભારતીય ધ્વજ લહેરાઈ રહ્યો છે.
Mauritius ⚡️🚩 pic.twitter.com/wCaYvCLhoq
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 22, 2024
મોરેશિયસમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરેશિયસની 48% વસ્તી હિન્દુ છે. ત્યાંની સરકારે રામ લલ્લાના અભિષેક પ્રસંગે હિન્દુઓને આજે 2 કલાકની વિશેષ છૂટ આપી હતી. જેથી તેઓ રામ મંદિરના લાઈવ પ્રસારણને નિહાળી શકે. આજે મોરેશિયસના તમામ મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે. તેમજ બધામાં રામનામનો જપ કરાઈ રહ્યો છે. આ ઉજવણીની શરૂઆત મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ દ્વારા કરાઈ હતી. તેમણે પત્ની સાથે મંદિરમાં દીવો પ્રગટાવ્યો છે. તેમણે કહ્યું- રામની અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરીએ.
મોરેશિયસમાં તમામ મંદિરો દીવાઓથી ઝળહળી ઉઠ્યા
મોરેશિયસના તમામ મંદિરો દીવાઓથી ઝળહળી ઉઠ્યા છે. મંદિરોમાં રામાયણના પાઠનું પઠન કરાઈ રહ્યું છે. ભારતમાં મોરેશિયસના હાઈ કમિશનર હેમન્ડોયલે દિલમે કહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા માત્ર ભારત માટે જ નહીં પરંતુ મોરેશિયસના લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે. મોરેશિયસ સનાતન ધર્મ મંદિર મહાસંઘના પ્રમુખ ઘુરબિન ભોજરાજે કહ્યું કે મંદિરના ઉદ્ઘાટન સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે, જેમાં પીએમ પ્રવિંદ કુમાર જન્નાથ મુખ્ય અતિથિ હશે.
આ પણ વાંચો: Ram Mandir Live: ભગવાન શ્રીરામના નેત્રો પરથી પાટા દૂર થયા, જુઓ મંત્રમુગ્ધ કરી દેતી તસવીર