ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતના મહુવામાં રાહુલ ગાંધીના ભાષણનો વીડિયો વાયરલ, ભાજપના કટાક્ષનો ભરતસિંહે જવાબ આપ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત દરેક પાર્ટી જોરશોર પ્રચાર કરી રહી છે. ત્યારે હવે દરેક પક્ષના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે. ગઇકાલે રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં સભા કરી હતી આ સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હિન્દીમાં ભાષણ કરી રહ્યા હતા તેમ છતાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તેમના ભાષણનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા જોવા મળ્યા હતા. ભરતસિંહ સોલંકીનો ટ્રાન્સલેટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપે આ મુદ્દે કટાક્ષ કર્યો હતો. જેને લઈને હવેન ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી છે.

વાયરલ વીડિયોમાં શું હતું?
સોમવારે સુરતના મહુવામાં રાહુલ ગાંધીની એક સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ કરી રહ્યા હતા તેમ છતાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી તેમના ભાષણનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા જોવા મળ્યા હતા.  ત્યારે ભરતસિંહ સોલંકી અચાનક ટ્રાન્સલેટ અટકાવીને રાહુલ ગાંધીને ટ્રાન્સલેટ વગર હિન્દીમાં જ બોલવા માટે કહે છે. તે રાહુલ ગાંધીને કહે છે કે તમે હિન્દીમાં બોલો લોકોને ટ્રાન્સલેટની જરૂરિયાત નથી. રાહુલ ગાંધી ભાષણ રોકીને લોકોને પૂછે છે કે શું હિન્દીમાં બોલશી તો ચાલશે ને? જેના પર ભીડ હા માં જવાબ આપે છે. જે બાદ રાહુલ ગાંધી હિન્દીમાં ભાષણ આપે છે.

વાયરલ વીડિયો અંગે ભાજપે નિશાન સાધ્યું હતું
ભરતસિંહ અને રાહુલ ગાંધીનો આ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે નિશાન સાધ્યું હતું. ભાજપે ટ્વીટ કરી કહ્યું હતું કે- લોકોએ આમનું નામ બરોબર જ પાડ્યુ છે. ગુજરાતમાં ભાજપના 40 જેટલાં નેતાઓ ગુજરાતીમાં ભાષણ કરી રહ્યાં છે અને કોંગ્રેસના યુવરાજને ટ્રાન્સલેટર રાખવો પડે છે, અને એ પણ વચ્ચેથી છટકી જાય છે. પોતાની જ આબરુના ધજાગરા કરતી ઢોંગ્રેસથી બીજી શું આશા રાખી શકાય.

ભરતસિંહનો જવાબ
ભાજપના કટાક્ષ અંગે ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કેમ અચાનક ટ્રાન્સલેટ અટકાવીને રાહુલ ગાંધીને ટ્રાન્સલેટ વગર હિન્દીમાં જ બોલવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકોએ જ સભામાં રાહુલ ગાંધીને હિન્દીમાં ભાષણ આપવાની વાત કરી હતી. તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીએમની સભામાં જનતા નથી આવી રહી અને ઉશ્કેરાયેલી ભાજપ હવે નાની નાની બાબતો પર હોબાળો કરી રહી છે.

Back to top button