PM મોદીએ 5 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણીનો વીડિયો થયો વાયરલ; સાંભળો શું કહ્યું
ચોમાસુ સત્ર 2023: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ સામસામે છે. મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે દુર્વ્યવહારને લઈને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષે સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાંચ વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે 2023માં જ તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની આગાહી કરી હતી.
વિપક્ષ શા માટે પીએમ મોદી પર હુમલો કરી રહ્યો છે?
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડતી પરિસ્થિતિને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિએ બુધવારે (26 જુલાઈ) લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આગાહીનો 2018નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદીએ વિપક્ષને 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર રહેવા કહ્યું હતું.
આ પણ વાંચો- કારગિલ વિજય દિવસ : દેશભક્તિની આ ફિલ્મો બલિદાન અને બહાદુરીની ગાથાની લાગણી બમણી કરશે
પીએમ મોદીના આ નિવેદન બાદ લોકસભામાં સાંસદો ખૂબ હસ્યા. 2018માં પીએમ મોદીએ આ નિવેદન NDAએ પ્રચંડ બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યા પછી આપ્યું હતું. 2018માં તેલુગુ દેશમ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો જેને ઘણા વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો. તત્કાલીન લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વિશ્વાસ મતની મંજૂરી આપી હતી. જોકે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન NDAને 314 વોટ મળ્યા હતા.
Opposition is bringing a No confidence motion against government which PM Modi had predicted 5 years ago! pic.twitter.com/PBCaUe3fqG
— DD News (@DDNewslive) July 26, 2023
શું કહ્યું પીએમ મોદીએ
ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે તમે સારી તૈયારી કરો. 2023માં તમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બીજી તક મળશે. પીએમ મોદીની આ ભવિષ્યવાણીને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના નિવેદનને વિપક્ષી દળોએ વડાપ્રધાન મોદીનો ઘમંડ ગણાવ્યો હતો. આનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘આ અમારું સમર્પણ છે. ઘમંડનું પરિણામ એ છે કે તમે (કોંગ્રેસ) 400થી 40 સુધી પહોંચી ગયા છો. અમારી પાસે સેવાલક્ષી નીતિ છે, તેથી જ અમે 2 વર્ષથી અહીં પહોંચ્યા છીએ.
આ પણ વાંચો- સ્પીકરે મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવને આપી મંજૂરી