ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તળાવમાં ફસાયેલા નાગાલેન્ડના મંત્રીનો વીડિયો વાયરલ, કહ્યું- ‘આજ JCB કા ટેસ્ટ થા’

Text To Speech

કોહિમા (નાગાલેન્ડ), 10 ફેબ્રુઆરી: નાગાલેન્ડના પર્યટન મંત્રી તેમજેન ઇમના અલોંગ પોતાના રમૂજી નિવેદનના કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ઘણી વખત તે ખુદની મજાક ઉડાવવામાં પણ કોઈ કસર છોડતા નથી. હવે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેઓ તળાવમાં ફસાઈ ગયા છે અને તેમને બહાર નીકળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી છે. જો કે, જેમતેમ કરીને એ તળાવમાંથી બહાર નીકળી જાય છે. તેમજેને કહ્યું કે, સૌથી મોટી માછલી તો હું છું આજે…મેં વિચાર્યું નહોતું કે તળાવ આટલું મોટું હશે. આ દરમિયાન તેમના સાથીઓ પણ મસ્તી કરતા નજરે પડે છે.

આજ તો JCB કા ટેસ્ટ થા: ઇમના અલોંગ

તળાવમાં ફસાઈ જતા તેમજેને કહ્યું કે, હું બહુ મોટી માછલી છું. ત્યારબાદ તેઓ પેટના સહારે કાદવમાંથી સરકી-સરકીને બહાર નીકળે છે. તેમના સાથીઓ પણ તેમની મદદ કરતા નજરે પડે છે, ઉલ્લેખનીય છે, તેમજેન ઇમના રાજ્ય સરકારમાં પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, આજ તો JCB કા ટેસ્ટ થા! તેમણે એમ પણ લખ્યું કે, NCP રેટિંગ પણ જરૂરથી તપાસી લો. કેમ કે, આ તમારા જીવનનો સવાલ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આના પર લોકો ખૂબ રિએક્શન આપી રહ્યા છે. આ યુઝરે લખ્યું કે, JCB તો બહાર જ ઊભી હતી, તેનો ઉપયોગ કરવો જોઈતું હતું ને. તમે ફાલતુની એનર્જી વેસ્ટ કરી છે.

આ પહેલા પણ વીડિયો વાયરલ થયા

આ પહેલીવાર નથી કે જ્યારે અલોંગે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, ઘણા સમય પહેલા તેમજેન ઇમનાના નાની આંખો પરના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ લોકોએ તેમના સેન્સ ઑફ હ્યુમરની ખૂબ પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, તેમજેન ઇમના અલોંગ નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે અને 2018ની ચૂંટણીમાં અલોંગ તાકી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: 3,000 થી વધુ દાંત ધરાવતું દુર્લભ અને વિશાળ સમુદ્રી પ્રાણી, જુઓ વીડિયો  

Back to top button