સ્વામિનારાયણ સંપ્રદાય પર કાલોલના ધારાસભ્યનો કટાક્ષ કરતો વીડિયો વાયરલ, જુઓ શું કહ્યું…
- હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી રહ્યાં છે…
- સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે – કાલોલ ભાજપના MLA ફતેસિંહ ચૌહાણ
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે લગાવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવાયા છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સ્વામીનારાયણ પથંના અનેક સ્વામીઓએ આ મુદ્દે વિવાદીત નિવેદનો આપ્યા છે. જેને લઈને રાજ્યમાં હજી પણ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ સનાતન ધર્મ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ થયા છે. આ વચ્ચે હવે કાલોલના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી છે.
ભાજપ MLA ફતેસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંપ્રદાય પર સાધ્યું નિશાન
સ્વામિનારાયણ સંપ્રદાય પર કાલોલના ધારાસભ્યનો કટાક્ષ કરતો વીડિયો વાયરલ, જુઓ શું કહ્યું…#salangpur #salangpurdham #salangpurhanumanji #salangpurtemplecontroversy #SwaminarayanSampraday #kalol #ViralVideo #FatesinhVakhatsinhChauhan #news #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/VBr4q9WaAp
— Hum Dekhenge News (@humdekhengenews) September 11, 2023
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સ્વામિનારાયણ સંપ્રદાય પર કટાક્ષ કરી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ બોલી રહ્યાં છે કે, સ્વામિનારાયણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ધારાસભ્યના આ નિવેદન પછી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના કલેક્ટરોની “કામગીરી” બાબતે મહેસૂલ વિભાગના મનોજ દાસની કડક સુચના