સ્ટેડિયમ બન્યો અખાડો! MI vs GT મેચમાં ફેન્સ વચ્ચે થઈ જોરદાર મારામારી, જૂઓ વીડિયો
અમદાવાદ, 25 માર્ચ: ગઈકાલે અમદાવાદમાં IPL 2024માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો હતો. જેમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી. જો કે, મેચ દરમિયાન અવારનવાર કંઈને કંઈ એવું બનતું હોય છે. આ વખતે મેચની અધવચ્ચે સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે થઈ મારામારી
@gharkekalesh pic.twitter.com/S91TBVDClm
— Arhant Shelby (@Arhantt_pvt) March 25, 2024
અમદાવાદના સ્ટેડિયમમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સ એકબીજાથી ઝઘડી પડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યાં ફેન્સે એક વ્યક્તિને મારતો દેખાય છે. અન્ય લોકોએ આ વ્યક્તિને લાત અને મુક્કા માર્યા છે. IPL મેચની વચ્ચે શા માટે આ લડાઈ થઈ? તેનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી. પરંતુ ફેન્સ વચ્ચેની આ પ્રકારના ઝઘડા સ્ટેડિયમનું વાતાવરણ બગાડે છે. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ મેચ હારી ગયું
મહત્ત્વનું છે કે ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 162 રન બનાવી શકી હતી. આ સાથે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ ન જીતવાનો 12 વર્ષનો લાંબો સિલસિલો યથાવત રાખ્યો હતો.
આ પણ વાંચો: IPLના ઈતિહાસમાં આવું કરનાર MS ધોની એકમાત્ર કેપ્ટન, જાણો તેના આ રેકોર્ડ વિશે