અમદાવાદ: કોંગ્રેસના બે નેતાઓની હાર-જીત પછીનો વીડિયો થયો વાયરલ


અમદાવાદમાં કોંગ્રેસના બે નેતાઓની હાર-જીત થતાં ભાવુક થઈ ભેટી પડ્યા હતા. જેમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા એકબીજાને ભેટીને રડી પડયા હતા. જેમાં ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખને મળવા ગયા હતા. ત્યારે ઇમરાન ખેડાવાળાની જીત પર ગ્યાસુદ્દીને અભિનંદન આપ્યા હતા. તથા ભાવુક થઇ ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે આ દિગ્ગ્જ નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ
ગ્યાસુદ્દીન શેખે ઇમરાન ખેડાવાલાને જીત બદલ શુભેછા પાઠવી
ગ્યાસુદ્દીન શેખની ઓફીસ પર ઇમરાન ખેડાવાલા પહોંચ્યા હતા. જ્યાં બંને નેતઓ એક બીજાએ ગળે મળીને ભેટ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ગ્યાસુદ્દીન શેખને હાર મળ્યા બાદ હિંમત આપી હતી. જ્યારે ગ્યાસુદ્દીન શેખે ઇમરાન ખેડાવાલાને જીત બદલ શુભેછા પાઠવી હતી. બંને નેતાઓની આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ પણ ચૂંટણી હારી ગયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે જે મુજબ ભાજપે 156 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જ પોતાના નામે કરી શક્યું હતું. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીનો જંગ જીતી શક્યા નહોતા. તેવામાં અમદાવાદ શહેરની દરિયાપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ પણ ચૂંટણી હારી ગયા હતા. આથી કોંગ્રેસના જમાલપુર ખાડિયા બેઠકના વિજેતા ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખની ઓફિસે મળવા પહોંચ્યા હતા. કે જ્યાં બંને નેતાઓ એકબીજાની સામે ભાવુક થયા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.