ટ્રેન્ડિંગનેશનલફન કોર્નર

VIDEO: વાંદરો યુવકનો આઈફોન લઈને ભાગ્યો, આગળ શું થયું એ જોઈને હસીને લોટપોટ થઈ જશો

Text To Speech

વૃંદાવન (ઉત્તર પ્રદેશ), 17 જાન્યુઆરી: વૃંદાવનમાં શ્રી રંગનાથજી મંદિરના દર્શનાર્થીઓ ચોંકી ગયા જ્યારે એક તોફાની વાંદરાએ એક શખ્સનો આઈફોન ખેંચી લીધો. ત્યારબાદ ફોન પાછો મેળવવા માટે ઉભેલા યુવકે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેણે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વાંદરા એક ઈમારતની ટોચ પર બેઠેલા છે. આમાંથી એક વાંદરા પાસે આઈફોન છે, જેણે યુવકનો ફોન ઝૂંટવી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vikas🧿 (@sevak_of_krsna)

યુવકે નવી યુક્તિ અપનાવી પોતાનો ફોન મેળવ્યો

બીજી તરફ, ઊભેલું ટોળું સતત ચિંતામાં છે કે ફોન પાછો આવશે કે નહીં? જો કે, યુવકોએ સમયને જોતા એક યુક્તિ અપનાવે છે. એક યુવકના હાથમાં રહેલી ફ્રૂટીની બોટલ વાંદરા બેઠેલા છે ત્યાં ફેંકે છે. બીજી વાર પ્રયત્ન કરતા વાંદરો ફ્રૂટીની બોટલ પકડી લે છે અને તેના હાથમાં રહેલો આઈફોન નીચે ફેંકે છે. આઈફોન નીચે ફેંકતા જ યુવક તરત જ તેને પકડી લે છે. આ સમગ્ર હાસ્યસ્પદ બનાવ લોકોને નવાઈ પમાડે તેવો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે ચોક્ક્સથી હસીને લોટપોટ થઈ જશો.

અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયો જોયો

આ વીડિયો 6 જાન્યુઆરીએ શેર કરાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી 8.5 મિલિયનથી વધુ વખત આ વીડિયો જોવામાં આવ્યો છે. વીડિયો પર અઢળક લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. એક યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે, આ જ બિઝનેસ છે. તો બીજાએ લખ્યું કે, મારી સાથે પણ આવું જ થયું હતું, તેને બાર્ટર સિસ્ટમ કહેવામાં આવે છે. આમ, આ વીડિયોએ ઘણી વાહવાહી મેળવી છે.

આ પણ વાંચો: રન-વે પર મુસાફરોનો ખાવાનો વીડિયો વાયરલ, ઉડ્ડયન મંત્રીએ ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ સામે કાર્યવાહી કરી

બપોર સુધીના મુખ્ય સમાચારો જૂઓ HD Newsના ટૉપ-10 ઉપર

Back to top button