મોસ્કો, 12 સપ્ટેમ્બર: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ક્રેમલિન અનુસાર, પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે રૂબરૂ મુલાકાત કરી. આ પછી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું.
#Watch| Vladimir Putin meets National Security Advisor Ajit Doval for a one-on-one meeting in Saint Petersburg
(Video courtesy: Kremlin)@IndEmbMoscow | #VladimirPutin | #AjitDoval pic.twitter.com/Z3p4QnhLBn
— All India Radio News (@airnewsalerts) September 12, 2024
હમણાં જ જુલાઈમાં પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી અને તેમણે પ્રમુખ પુતિન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક, પ્રાદેશિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રશિયન સરકારી એજન્સી અનુસાર, પુતિને બ્રિક્સ સમિટમાં ભારતીય પીએમ સાથે દ્વિપક્ષીય બેઠકની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રમુખે ભારતીય વડા પ્રધાનની મોસ્કોની મુલાકાત દરમિયાન થયેલા કરારોને અમલમાં મૂકવાના સંયુક્ત પ્રયાસોના પરિણામોનો સારાંશ આપવા માટે આ બેઠક બોલાવવાની ઓફર કરી છે.
પુતિને કહ્યું કે અમે પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ
“અમે કાઝાનમાં ભારતીય વડા પ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છીએ. હું સૂચન કરું છું કે અમે 22 ઓક્ટોબરે દ્વિપક્ષીય બેઠક પણ કરીશું,” પુતિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલ સાથેની બેઠકમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો :વરિષ્ઠ CPI(M) નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ