કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવીડિયો સ્ટોરી

Video: રાજકોટમાં ગોપાલ નમકીનના પ્રોડક્શન શેડમાં વિકરાળ આગ, કોઈ જાનહાની નહીં

Text To Speech

રાજકોટ, 11 ડિસેમ્બર : રાજકોટમાં આવેલા ગોપાલ નમકીનના પ્રોડક્શન શેડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લગભગ 5 માળના આ શેડમાં બપોરે એકાદ વાગ્યાના અરસાએ લાગેલી આગે જોત જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના ઉપર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. જોકે, હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

એક કિલોમીટર સુધી ધુમાડા દેખાતા હતા

જાણવા મળ્યા મુજબ, રાજકોટના મેટોડા જીઆઇડીસી ખાતે આવેલા ગોપાલ નમકીનના કારખાનામાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. ગોપાલ નમકીનના પ્રોડક્શન શેડ જે પાંચ માળનો છે તેમાં કોઈ કારણોસર આગનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આ આગ પાંચેય માળમાં પ્રસરી ગઈ હતી જેના લીધે ઘટનાસ્થળેથી હાઈવે ઉપર લગભગ એકાદ કિલોમીટર સુધી આ આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

અન્ય શહેરોમાંથી ફાયર વિભાગની ટીમ પહોંચી

ગોપાલ નમકીનના શેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે મેટોડા ઉપરાંત રાજકોટ, લોધિકા, પડધરી, કાલાવડ, જામનગર અને ગોંડલ શહેરમાંથી ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી છે. ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હજુ જરૂર પડે તો અન્ય શહેરોને પણ જાણ કરી તેમની ફાયર ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ પણ વાંચો :- Video : મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા ફાટી નીકળી

Back to top button