કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO: રાજકોટમાં વેફર બનાવતી કંપનીમાં ભીષણ આગ: 5 કિમી સુધી આગના ધુમાડા દેખાયા

Text To Speech

રાજકોટ: 24 માર્ચ: 2025: રાજકોટથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ આગ એટલી વિકરાળ છે કે, તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. Massive fire breaks out at wafer manufacturing company in Rajkot ફાયરબિગ્રેડની ટીમ આગ બૂઝાવવાનો પ્રયાસ કરી રહી છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.’

રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરી (Plastic Factory)માં આગ ફાટી નીકળી હતી અને બેકાબૂ બનતા સ્થાનિકોમાં પણ ભય ફેલાયો હતો. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તેનું સચોટ કારણ શોધી શકાયું નથી.

માહિતી મુજબ આગ સવારે સાડા નવ વાગ્યે લાગી હતી. 5 કિલોમીટર સુધી આગ ફેલાઈ ગયેલી દેખાઈ રહી છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે બપોર સુધી આગ કાબૂમાં આવી શકવાની સંભાવના છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

આ પણ વાંચો..સપ્તાહના પ્રથમ દિવસે જ સોનું થયું સસ્તું, જાણો આજનો ભાવ

Back to top button